ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામે યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર ખાતે ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

0
906

  Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank chauhan Garbada     

        ખેલ મહાકુંભ ૨૦૧૫ અંતર્ગત ગરબાડા તાલુકાનાં જેસાવાડા ગામે આવેલ યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા પંચાયત સભ્ય ચંદ્રભાણસિંહ કટારા,યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિરના આચાર્ય શૈલેષભાઈ.બી.મખોડિયા તથા શાળાના સુપરવાઇઝર પી.એમ.ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

          તારીખ.૦૭/૦૨/૨૦૧૬ ના રોજ બહેનો માટેની વોલીબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં બહેનોની કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો. આ ટીમોમાં વિજેતા તરીકે અંડર-૧૩ બહેનોમાં પ્રથમ સ્થાને લીમખેડા તાલુકો, અંડર-૧૬ પ્રથમ સ્થાને લીમખેડા તાલુકો તથા એબોવ-૧૬ પ્રથમ સ્થાને લીમખેડા તાલુકો તથા બીજા ક્રમે ગરબાડા તાલુકો (યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા) રહ્યો હતો.

          તેવીજ રીતે તારીખ.૦૮/૦૨/૨૦૧૬ ના રોજ ભાઈઓ માટેની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી જેમાં અંડર-૧૩ કુલ-૭ ટીમો, અંડર-૧૬ માં કુલ-૭ ટીમો અને એબોવ-૧૬ માં કુલ ૧૦ ટીમો મળી કુલ ૨૪ ટીમોએ ભાગ લીધો હતો. ભાઈઓ માટેની વોલીબોલ સ્પર્ધામાં  વિજેતા તરીકે અંડર-૧૩ માં પ્રથમ સ્થાને ગરબાડા તાલુકો (યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા), અંડર-૧૬ માં પ્રથમ સ્થાને ગરબાડા તાલુકો (યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા) અને એબોવ ૧૬ માં પણ પ્રથમ સ્થાને ગરબાડા તાલુકો (યશવાટિકા ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર જેસાવાડા) રહ્યો હતો અને શાળાનું તથા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
          જ્યારે ભાઈઓમાં અંડર-૧૩ માં બીજા ક્રમે લીમખેડા તાલુકો, અંડર-૧૬ માં બીજા ક્રમે ધાનપુર તાલુકો અને એબોવ-૧૬ માં બીજા ક્રમે લીમખેડા તાલુકો વિજેતા રહ્યો હતો.

          આ જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાના સમાપન પ્રસંગે જેસાવાડા પોલિસ સ્ટેશનના PSI ચૌહાણ સાહેબ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને બિરદાવ્યા હતા અને શાબાશી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here