ગરબાડા તાલુકાનાં ટુંકીવજુ ગામે ૨૦ વર્ષીય યુવતીના આપઘાત પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું સુસાઇડ નોટ મળતા બહાર આવ્યું

0
654

 Priyank chauhan GarbadaPriyank new Passport Piclogo-newstok-272

        ગઈ તારીખ ૧૦/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં ટુંકીવજુ ગામના હોળી ડુંગરી ફળિયાની રહેવાસી ૨૦ વર્ષીય હંસાબેન મગનભાઇ ગણાવાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ આત્મહત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું સુસાઇડ નોટ દ્વારા માલુમ પડતાં મૃતક હંસાબેનના પિતા મગનભાઈ ચુનીયાભાઈ ગણાવાએ આત્મહત્યા કરવા માટે દુશપ્રેરણા આપનાર મૃતક હંસાબેનના ભાઈ સહિત ટુંકીવાજુ ગામના અન્ય ત્રણ ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

          પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ ૧૦/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં ટુંકીવજુ ગામના હોળી ડુંગરી ફળિયાની રહેવાસી ૨૦ વર્ષીય હંસાબેન મગનભાઇ ગણાવા કોલેજની રાજા હોવાથી કોલેજ ગયેલ ન હતી અને પોતાના ઘરે હતી અને ઘરે કોઈ ન હોવાનો લાભ લઈ હંસાબેને અગમ્ય કારણોસર ઘરમાં લાકડાના સરા સાથે ઓઢણી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ હતો તે બાબતે મૃતકના પિતાએ તારીખ ૧૦/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલિસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલિસે અ.મોત.નં.૧/૧૬ સી.આર.પી.સી.૧૭૪ મુજબ ગુનો નોંધ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી. 

IMG-20160116-WA0001

          આ આત્મહત્યા બાબતે ગરબાડા પોલિસે ઘટના સ્થળનું પંચનામું કરતાં ફરિયાદીના ભાઈની છોકરીએ હંસાબેને ફાંસો ખાધેલ તે જગ્યાએથી મળેલ ચિઠ્ઠી (સુસાઇડ નોટ) પોલિસને આપતા ચિઠ્ઠીથી માલૂમ પેડેલ છે કે, હંસાબેનને ગરબાડા તાલુકાનાં ભામાતળાઈ ગામના છોકરા જોડે પ્રેમ સંબંધ થઈ ગયેલ જેની જાણ હંસાબેનના ભાઈ મુકેશભાઇ મગનભાઇ ગણાવા તથા  ટુંકીવાજુ ગામના અન્ય ત્રણ વ્યક્તિઓ નામે વનરાજભાઈ ભરતભાઇ સંગોડ, આકાશભાઈ રમેશભાઈ સંગોડ, તથા સંતોષકુમાર બીજીયાભાઇ ભુરિયાને થતાં હંસાબેનનાં ભાઈ મુકેશભાઇ મગનભાઇ ગણાવાએ મરણ જનાર હંસાબેનને લપાટ ઝપાટ કરી ઢોલ ઝાપટ કરેલ અને  કહેલ કે, તારે ભલે પ્રેમ સંબંધ હોય અમે ત્યાં તારા લગન કરી આપવાનાં નથી, તેની સાથે તને રહેવા દેવાના નથી, તારે મરવું હોય તો મારી જા તેમ કહેલ અને આ ચારેય જણા ભામાતળાઈના છોકરાને સમજાવવા ગયા હતા અને આ ચારેય જણા હંસાબેનને કોઈપણ જગ્યાએ જવા દેતા ન હોય અને હંસાબેનને આત્મહત્યા કરવા દુશપ્રેરણા કરતાં હંસાબેને સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આપઘાત કરેલ છે.

          આ અંગે મૃતકના પિતા મગનભાઈ ચુનીયાભાઈ ગણાવાએ હંસાબેનને આત્મહત્યા કરવા દુશપ્રેરણા આપનાર ભાઈ મુકેશભાઇ મગનભાઇ ગણાવા તથા વનરાજભાઈ ભરતભાઇ સંગોડ, આકાશભાઈ રમેશભાઈ સંગોડ, સંતોષકુમાર બીજીયાભાઇ ભુરિયા વિરુદ્ધ તારીખ.૧૪/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસે ફર્સ્ટ ગુ.ર.નં.૪/૧૬ IPC કલમ. ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.  

(સુસાઇડ નોટમાં આત્મહત્યા પાછળ તેના પ્રેમી દીપુનો કોઈ વાંક નથી તેમજ હંસાબેનના ભાઈ મુકેશ સહિત વનરાજ, આકાશ તથા સંતોષના નામનો ઉલ્લેખ કર્યો છે અને તેમને સજા મળવી જોઇયે તેવો પણ ઉલ્લેખ સુસાઇડ નોટ કર્યો છે. )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here