ગરબાડા તાલુકાનાં નાંદવા ગામે દુકાનનો દરવાજો ખોલી રૂ.૧૨૨૦૦/- ની મત્તાની ચોરી કરી ચોરો પલાયન

0
829

logo-newstok-272

  Crime Report By – Priyank Chauhan – Garbada      

                    ગરબાડા તાલુકાના નાંદવા ગામે રાત્રિના સમયે અંદાજે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરનાં ચારેક જેટલા અજાણ્યા ચોરોએ એક દુકાનને નિશાન બનાવી દુકાનનો દરવાજો ખોલી દુકાનમાં સૂતેલા વ્યક્તિને માર મારી ઇજા પહોંચાડી દુકાનમાંથી તિજોરી તોડી રોકડ રકમ, દાગીના, મોબાઇલ સહિત રૂ.૧૨૨૦૦/- ની મત્તાની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયેલ છે. જે બાબતે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.

        પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ.૨૯/૧૨/૨૦૧૫ નાં રોજ રાત્રિના સમયે ગરબાડા તાલુકાનાં નાંદવા ગામે બસ સ્ટેશન ફળિયામાં રહેતા આ કામના ફરિયાદી મંજુલાબેન મુળાભાઈ બારિયા તથા તેમના પતિ મુળાભાઈ તથા ફરિયાદીની સાસુ ગલીબેન તથા ફરિયાદીની બેનની છોકરી મોહિની તથા ફરિયાદીની છોકરી નયનાબેન જમી પરવારી તેમના જૂના ઘરે ઊંઘી ગયેલ તથા ફરિયાદીના પતિ માળા નીચે ઊંઘી ગયેલ હતા તથા ફરિયાદીનો પુત્ર સંજય તથા તેની પત્ની આશા રોડની બાજુમાં આવેલ પાન મસાલા અને ટાયર પંકચરની દુકાનમા ઊંઘી ગયેલ તે વખતે રાત્રિના સમયે આશરે ૧૨:૩૦ વાગ્યાનાં સુમારે અંદાજે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરનાં ચારેક ચોરો ફરિયાદીનાં પુત્ર સંજયની દુકાનનો દરવાજો ચૂપચાપ ખોલી દુકાનમાં ઘૂસી ગયેલ અને ફરિયાદીનાં પુત્ર સંજયને જગાડીને કહેલ કે, પૈસા અને દાગીના કઈ મૂક્યા છે તે બતાવ તેમ કહેતા સંજયે કહેલ કે, પૈસા અને રકમો અહી થોડા રાખીએ છીએ તેમ કહેતા ચોરો પૈકીનાં એક ચોરે સંજયનાં માથામાં લાકડી, ધારિયા જેવા મારક હથિયારથી માર મારી તથા તિજોરી તોડી તિજોરીમાંથી કપડાં વેર વિખેર કરી તિજોરીમાં મૂકી રાખેલ રોકડ રૂ.૫૦૦૦/- તથા નોકીયા કંપનીનો મોબાઇલ તથા સંજયની પત્ની આશાબેનનાં સોનાનાં બૂટિયા, ચાંદીના તોડા તથા ૫૦ ગ્રામ વજનનું ચાંદીનું મંગળસૂત્ર મળી કુલ રૂ.૧૨૨૦૦/- ની મત્તાની ચોરી કરી લઈ ગયેલ છે.

        જે બાબતે મંજુલાબેન મુળાભાઈ બારિયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસે ફ.ગુ.ર.નં.૧૨૮/૧૫ ઇ.પી.કો.કલમ. ૪૬૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધારેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here