ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે ગાંડા બાવળનું ઝાડ કાપવા બાબતે થયેલ મારામારીમાં સામસામે પોલિસ ફરિયાદ નોંધાઈ

0
535

 

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે ગાંડા બાવળનું ઝાડ કાપવા બાબતે મારામારી થયેલ છે. જેમાં બંને પક્ષ તરફથી સામસામે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

          પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ.૧૭/૦૧/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં સીમળીયાબુઝર્ગ ગામે લીમ ફળિયામાં આ કામની ફરિયાદી રતનીબેન કશનાભાઈ પરમાર તથા તેમની વહુ મેનાબેન તથા મેનાબેનનો પતિ બાલુભાઇ તથા છોકરી સરજુલાબેન રાત્રિના સમયે તેમના ઘરે હતા તે સમયે તેમનો કુટુંબી ભત્રીજો વિઠ્ઠલભાઈ જવસિંગભાઇ પરમાર તથા શંકરભાઇ ખેમચંદભાઈ પરમાર બંને જણા રાત્રિના સાડા અગિયાર વાગે ફરિયાદીના ઘર આગળ આવી માંબેન સમાણી ગાળો બોલી ગાંડા બાવળનું ઝાડ કાપવા લાગેલા અને  કહેવા લાગેલ કે,તમોને અહિયા રહેવા દેવાના નથી, આ જમીન અમારી છે, ઘર અહિયાથી લઈ જાવ તેવું કહી ગાળો બોલતા હતા. જેથી ફરિયાદીએ તથા તેમના છોકરા બાલુભાઇએ ગાળો બોલવાની ના પડતાં આ બંને જણાં એકદમ ઉશ્કેરાઈ જઈ માં-બેન સમાણી ગાળો બોલી કહેવા લાગેલ કે આજે તો બાલુને જીવતો છોડવાનો નથી અને જાનથી મારી નાંખવાનો છે તેમ બોલતા બાલુ સાથે ખેંચતાણ થતાં ફરિયાદી તથા છોકરી સરજુલાબેન તેના બાપ બાલુને છોડાવવા વચ્ચે પડતાં આ કામના આરોપીઓએ સરજુલાને કહેલ કે, તું કેમ વચ્ચે આવેલ છે તેમ કહી શંકરભાઇ ખેમચંદભાઈ પરમારે તેમના હાથમાની લાકડીનો ફટકો સરજુલાબેનને મારતા તેમના ખભા ઉપર વગેલ અને તેની જમીન ઉપર નીચે પડી ગયેલ તેવામાં વિઠ્ઠલભાઈ જવસિંગભાઇ પરમારે સારજુલાબેનને લાતો મારેલ અને બાલુભાઇની વહુ મેનાબેનને પણ ગડદાપાટુનો માર મારેલ અને આ ત્રણેયને મારી નાંખવાનું બોલેલ એટલામાં બૂમાબૂમ થતાં શંકરભાઇ ખેમચંદભાઈ પરમાર તથા વિઠ્ઠલભાઈ જવસિંગભાઇ પરમાર તેમના ઘરે નાસી ગયેલ. ત્યારબાદ સરજુલાબેનને વધુ ઇજા થતાં બાબુભાઇએ ૧૦૮ બોલાવી સરજુલાબેનને દાહોદ સમીર હઠીલાના દવાખાને દાખલ કરેલ છે

          આ બાબતે રતનીબેન કશનાભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.ફર્સ્ટ.ગુ.ર.નં.૫/૧૬ ઈ.પી.કો.કલમ.૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ શંકરભાઇ ખેમચંદભાઈ પરમાર તથા વિઠ્ઠલભાઈ જવસિંગભાઇ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

          આ બનાવ બાબતે સામા પક્ષ તરફથી લસુબેન જવસિગભાઈ પરમારે પણ ફરિયાદ નોંધાવેલ છે કે, ગઈકાલે હું તથા મારો પતિ જવસિંગભાઇ તેમજ મારો છોકરો વિઠ્ઠલભાઈ તથા મારી છોકરીઓ સુમિબેન અને સંગિતાબેન તેમની સાસરીમાંથી આવેલ હોય અમો બધા અમારા ઘરે હતા તે વખતે અમારું નવું ઘર બનાવવા માટેનો પાયો ખોદેલ હોવાથી અને પાયાની નજીક થઈને રસ્તો જતો હોવાથી તેની નજીકમાં ગાંડા બાવળનું ઝાડ હતું તે મારો છોકરો વિઠ્ઠલભાઈ કાપતો હતો તે વખતે રાત્રિના સાડા અગિયાર વાગ્યે બાલુભાઈ કશનાભાઈ પરમાર અને તેની પત્ની મેનાબેન તેમના ઘરમાં રહી ગાળો બોલવા લાગેલા અને ઝગડો કરેલ. જેથી વિઠ્ઠલભાઈએ કહેલ કે ગાંડા બાવળનું ઝાડ રસ્તામાં નડે છે તેને તમો કાપતા નથી એટલે હું કાપી નાંખું છુ. તેમ કહેતા બાલુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને ઘરમાંથી લાકડી લઈને આવી વિઠ્ઠલભાઈને માથામાં મારી દેતા વિઠ્ઠલભાઈ જમીન ઉપર પડી ગયેલ અને તેવામાં મેનાબેને પણ દોડી આવી વિઠ્ઠલભાઈને ગડદાપાટુનો માર મારવા લાગેલ. આ બંને જણાં વિઠ્ઠલભાઈને જીવતો છોડવાનો નથી મારીજ નાંખવાનો છે તેમ કહી ગાળો બોલી વિઠ્ઠલભાઈને જમીન ઉપર ઘસેડવા લગતા અમો દોડી આવી વિઠ્ઠલભાઈને છોડાવવા બૂમાબૂમ કરતાં બાલુભાઈ કશનાભાઈ પરમાર અને તેની પત્ની મેનાબેન ગાળો બોલતા તેમના ઘરે જતાં રહેલ. આ બનાવમાં વિઠ્ઠલભાઈને માથાના ભાગે અને શરીરના ભાગે માર મારવાથી ઇજા થયેલ હોવાથી ૧૦૮ માં બેસાડી દાહોદ સમીર હઠીલાના દવાખાને દવા સારવાર માટે લઈ જઈ દવાખાનામાં દાખલ કરેલ છે

          આ બાબતે લસુબેન જવસિગભાઈ પરમારે ગરબાડા પોલિસ સ્ટેશનમાં બાલુભાઈ કશનભાઈ પરમાર અને તેની પત્ની મેનાબેન વિરુદ્ધ સામિ ફરિયાદ આપતા ગરબાડા પોલિસે ગરબાડા પો.સ્ટે.સેકંડ.ગુ.ર.નં.૬/૧૬ ઈ.પી.કો.કલમ.૩૨૩, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here