ગરબાડા તાલુકાના નિમચ ગામેથી એક વ્યક્તિનું અપહરણ કરી અપહ્યતને ધમકીઓ આપી રસ્તામાં ઉતારી આરોપીઓ ફરાર

0
620

 

Priyank-new-Passport-Pic-258x300(1)

logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

ખંગેલા ગામના ચાર માણસોએ બીજા ૧૫ થી ૨૦ જેટલા માણસો સાથે મળી બે ક્રૂઝર ગાડીમાં ગરબાડા તાલુકાનાં નિમચ ગામે આવી એક ઘર ઉપર પથ્થરો મારી ઘરના નળિયાની તોડફોડ કરી નિમચ ગામના એક વ્યક્તિનું અપહરણ કરી તેમની સાથે લઈ ગયા હતા. બાદમાં અપહ્યતને રસ્તામાં ઉતારી આરોપીઓ જતાં રહેલ. આ બાબતે અપહ્યત જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારે ખંગેલા ગામના (૧) અજયભાઈ માલુભાઈ મેડા (૨) માલુભાઇ મેડા (૩) વજુભાઈ મેડા (૪) કંચનભાઈ મેડા તથા બીજા ૧૫ થી ૨૦ ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.

          પોલિસ સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, આ કામના ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારની બહેન અમદુબેનના લગ્ન ખંગેલા ગામના ગામના અજયભાઈ માલુભાઈ મેડા સાથે થયેલ અને નવ માસ પહેલા ડીલેવરી થતાં અજયભાઈ માલુભાઈ મેડાએ તેની પત્ની અમદુને પુછતાં બાળક નીમચ ગામના છોકરા વિજયભાઈ લાલચંદભાઈ અમલીયારનું હોવાનું જણાવેલ હોવાથી આ કામના આરોપીઓએ નીમચ ગામના સરપંચને કહેલ કે અમારી વહું અમદુને નવ માસ પહેલા ડીલેવરી આવી અને પુછતાં નીમચ ગામના વિજયભાઈ લાલચંદભાઈ અમલીયારનું છોકરું હોવાનું જણાવે છે. જેથી અમો ઇજ્જત લેવાના હોવાથી આવીએ છીએ. તેમ કહીને તારીખ ૨૨/૦૧/૨૦૧૬ ના રોજ આ કામનો ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયાર તેના માં-બાપ તથા કુટુંબના માણસો સાથે ઘરે હતા તેવામાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ખંગેલા ગામના (૧) અજયભાઈ માલુભાઈ મેડા (૨) માલુભાઇ મેડા (૩) વજુભાઈ મેડા (૪) કંચનભાઈ મેડા તથા બીજા ૧૫ થી ૨૦ જેટલા માણસો સાથે બે ક્રુઝર ગાડીઓ ભરીને આવેલા અને રસ્તામાં ફરિયાદીના કાકા હિમચંદભાઈ ખુનજીભાઈ અમલીયારના ઘર આગળ ક્રુઝર ગાડીઓ ઊભી રાખીને ગાડીઓમાંથી નીચે ઉતરીને એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ગાળો બોલી કહેવા લાગેલ કે તમારી છોકરી અમદુબેનને નવ માસ પહેલા થયેલ છોકરું તમારા ગામના વિજયભાઈ લાલચંદભાઈ અમલીયારનું છે તેવું તમારી છોકરી અમદુ કહે છે, વિજયનું ઘર અમોને બતાવો તેમ કહી આ ટોળાના માણસોએ ફરિયાદીના કાકા હિમચંદભાઈ ખુનજીભાઈ અમલીયાર ઘર ઉપર છુટ્ટા પથ્થર મારો કરી ઘરના નળિયા ફોડી નુકશાન કરેલ જેથી ફરિયાદીના કાકા હિમચંદભાઈ ખુનજીભાઈ અમલીયાર તેમના બૈરા છોકરા સાથે નાસી ગયેલા અને ફરિયાદીના ઘરના માણસો પણ નાસી ગયેલા અને ફરિયાદી પકડાઈ જતાં ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારને ક્રુઝર ગાડીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયેલ હતા.  

          અપહરણ કરીને લઈ જતી વખતે આ કામના આરોપીઓએ ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારને કહેતા હતા કે તારી બહેન જોડે વિજયભાઈ લાલચંદભાઈ અમલીયારે આડા સંબંધ રાખેલ હોવાથી છોકરું થયેલ છે તેની ઈજજતના રૂપિયાનો નિકાલ નહી થાય ત્યાં સુધી માણસો લઈને દરરોજ નિમચ ગામે આવીને તમારા ઘરોમાંથી માણસો ઉપાડી લાવીશું અને તમારા ઘરોમાં ભાંગતોડ કરીશું તેવું કહેતા હતા અને કતવારા પોલિસ સ્ટેશન નજીક આવી આ કામના ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારને ક્રુઝર ગાડીમાંથી ઉતારીને કહેલ કે તને પોલિસ સ્ટેશનમાં બોલાવે છે, પોલિસ સ્ટેશનમાં જા તેમ કહીને આ ખંગેલા ગામના તમામ માણસો જતાં રહેલ. જેથી ફરિયાદી કતવારા પોલિસ સ્ટેશનમાં ગયેલ અને કતવારા પોલિસે ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારને ગરબાડા પોલિસ સ્ટેશનમાં મૂકી ગયેલ.

          આ બનાવ બાબતે ફરિયાદી જુવાનસીંગભાઈ રેમલાભાઈ અમલીયારે ખંગેલા ગામના (૧) અજયભાઈ માલુભાઈ મેડા (૨) માલુભાઇ મેડા (૩) વજુભાઈ મેડા (૪) કંચનભાઈ મેડા તથા બીજા ૧૫ થી ૨૦ ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફર્સ્ટ.ગુ.ર.નં.૭/૧૬ ઇ.પી.કો.કલમ.૧૪૩, ૩૬૫, ૩૩૭, ૪૨૭, ૫૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here