Saturday, November 9, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાના બોરિયાલા, દેવધા અને સાહડા પ્રાથમિક શાળા અને ખાતે જિલ્લા પંચાયત...

ગરબાડા તાલુકાના બોરિયાલા, દેવધા અને સાહડા પ્રાથમિક શાળા અને ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

બાળપણમાં જ જીવનમા આવતા અનેક પડાવો અને પડકારો માટે અને નિષ્ફળતા,સફળતાઓ માટે બાળકને તૈયાર કરવા જોઈએ જે માટે માતા-પિતા અને શિક્ષકોનો સૌથી મોટો ફાળો છે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સાહડા પ્રાથમિક શાળામા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો, આ તકે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ ના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરે જણાવ્યું હતું કે નાના ભૂલકાઓમાં જ્ઞાનનો દીવો શિક્ષકો દ્વારા પ્રજ્વલિત કરવામાં આવે છે. તેમના થકી આજે બાળકો દેશનું નામ રોશન કરી રહ્યા છે. પોતાના અનુભવો વાગોળતા તેમણે જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારે માતા પિતા અને શિક્ષકોની બીકે ભણ્યો હતો અને મને એવા સારા ગુરુઓ મળ્યા હતા જેનાથી હું આજે આ સ્થાને ઊભો છું. બાળકના જીવનમાં મહત્વનો પડાવ શાળા પ્રવેશ છે. બાળકના આ મહત્વના પડાવને રાજ્ય સરકારે ઉજવણીનું સ્વરૂપ આપી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું , આ યુગમાં રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શહેરી વિસ્તારના બાળકોની સાથે ગામડાના બાળકો કદમથી કદમ મિલાવી આગળ વધી શકે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બાળકો અને શિક્ષકો અને ત્યાં ઉપસ્થિત વાલીઓને શુભકામનાઓ આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડી, બાલવાટિકાનાં ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ, ગણવેશ દફતર ભેટ આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ એસ.એમ.સી.ની બેઠક યોજવામાં આવી હતી જેમાં વાલીઓ તેમજ સભ્યો જોડે શાળાકીય બાબતોને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય – શિક્ષકગણ, ગ્રામજનો સહિત શાળાના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments