ગરબાડા તાલુકાના મિનાકયાર ગામે પાણીના ટાંકા પાસે રેકડો પલ્ટી ખાતા એકનું મોત

0
562

Priyank new Passport Pic

logo-newstok-272Priyank chauhan – Garbada

        ગરબાડા તાલુકાના મિનાકયાર ગામનાં રહેવાસી અને ગરબાડા પોલિસ સ્ટેશનમાં GRD તરીકે છેલ્લા ૨૦ વર્ષથી છુટક ફરજ બજાવતા કાળુભાઇ મડિયાભાઇ બામણીયાનું મિનાકયાર રોડ ઉપર પાણીનાં ટાંકા નજીક રેકડો પલ્ટી ખાતા ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજેલ છે. આ અકસ્માત બનાવ સંબંધી મૃતકના કુટુંબી ભાઈ કનુભાઈ ગલજીભાઈ બામણીયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે.

પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ,  તારીખ.૧૧/૦૧/૨૦૧૬ ના રોજ આશરે સાંજના સતેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા રેકડાના ચાલકે પોતાનો રેકડો પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ઉપર પલ્ટી ખવડાવી સખત ઇજાઓ કરી રેકડામાં સવાર કાળુભાઇ મડિયાભાઇ બામણીયાનું મોત નિપજાવી નાસી ગયેલ હોય જેથી કાળુભાઇ મડિયાભાઇ બામણીયાના કુટુંબી ભાઈ નામે કનુભાઈ ગલજીભાઈ બામણીયાએ આ અકસ્માત બાબતે ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલિસ ગરબાડા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨/૧૬ ઇ.પી.કો.કલમ. ૨૭૯, ૩૩૮,૩૦૪(અ), એમ.વીએક્ટ. ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here