ગરબાડા તાલુકામાં ઉમેદવારોએ ચૂંટણીનાં ઉમેદવારી પત્રો જમા કરાવ્યા, રાજકીય પક્ષો તરફથી ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર ન થતાં ટિકિટ વાંચ્છુકો અવઢવમાં.

0
1360

1 (1)Priyank new Passport PicNewsTok24 – Priyank Chauhan – Garbada

રાજ્યમાં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ગરબાડા તાલુકામાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સરકારશ્રીના જાહેરનામા મુજબ ગરબાડા તાલુકામાં  ગરબાડા તાલુકા પંચાયતની 24 બેઠકો તથા દાહોદ જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી તારીખ.05/11/2015 ના રોજથી ગરબાડા મામલતદાર ઓફિસ તેમજ તાલુકા પંચાયત ખાતે શરૂ થઈ ગયેલ છે. જેમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્રો આજરોજથી જમા કરાવવાનુ શરૂ કરેલ છે.1 (6)1 (5)

1 (7)       રાજકીય પક્ષોના ઉમેદવારો પોતપોતાના ટેકેદારોએ સાથે ઉમેદવારી પત્ર ભરી જમાં કરાવવા માટે વાજતે ગાજતે જતાં જોવા મળી રહ્યા છે. જેને લઈને ગરબાડામાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ રાજકીય પક્ષો તરફથી કયા કયા ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવાની છે તે રાજકીય પક્ષોએ હજુ સુધી ગુપ્ત રાખેલ છે જેથી તે હજી સુધી જાણવા મળેલ નથી.ad news size 1a

       ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 10 નવેમ્બર છે તેમ છતાં રાજકીય પક્ષોએ સતાવાર ઉમેદવાર હજુ સુધી જાહેર કર્યા નથી જેને લઈને ચૂંટણી લડવા ઇચ્છતા ટિકિટ વાંચ્છુકોમાં અવઢવ અને ઉતેજના જોવા મળી રહી છે.

       રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઢોલ નગારા સાથે ઉમેદવારી પત્રો જમા કરાવવા જતાં તસવીરોમાં નજરે પડે છે.

PRIYANKA COMM 001 (1) - Copy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here