ગરબાડા તાલુકામાં દિપાવલી અને નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

0
612

Priyank new Passport PicNewsTok24 – Priyank Chauhan – Garbada

વિક્રમ સંવત ૨૦૭૧ ની વિદાય અને સંવત ૨૦૭૨ ના આગમનને ગરબાડા તાલુકાના લોકોએ IMG-20151029-WA0141HDY1ધૂમધડાકા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી. વિદાય લેતા વર્ષને અને આગમન થતાં નવા વર્ષને લોકોએ પોતાના ઘરો ઉપર રંગબેરંગી રોશની તથા દિપક પ્રગટાવી  દારૂખાનાના ધૂમધડાકા સાથે અવકારયું હતું.                                                                                                    1 (3)

ગરબાડા નગરની જનતાએ હર્ષૌલ્લાસ સાથે દિવાળીની ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ અપાર આનંદ અને ઉત્સાહભેર નવા વર્ષની પણ ઉજવણી કરી હતી અને જોરદાર આતશબાજી સાથે નવા વર્ષને વધાવ્યું હતું અને લોકોએ એકબીજાને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તથા મંદિરોમાં અન્નકૂટના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.1 (2)

ભગવાન શ્રીકૃષ્ણનાં ગૌપ્રેમને તાદ્રશ્ય કરતી ગાયગોહરીનાતહેવારની પણ ગરબાડા, ગાંગરડીમાં ઉજવણી કરવામાં આવી હતી. તેને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડ્યું હતું. વર્ષોથી ચાલતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજાએ એટલાજ ઉત્સાહ સાથે અને ધામધૂમથી ઉજવી હતી.1 (4)

ગાયગોહરીની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે  પોલિસ તંત્રએ પણ પૂરતો બંદોબસ્ત ગોઠવેલ હતો.     

PRIYANKA COMM 001 (1) - Copy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here