ગરબાડા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ ૨૦૧૫-૧૬ અંતર્ગત યોજાનાર કૃષિ મેળાની થતી તડામાર તૈયારી

0
518

         Priyank new Passport Pic                        logo-newstok-272 Priyank chauhan – Garbada                                      

આવતી કાલે તારીખ ૦૩/૦૧/૨૦૧૬ રવિવારનાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે ગરબાડા ખાતે APMC મેદાન ઉપર માન.મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ (માન.મંત્રીશ્રી, મત્સ્યોધોગ, વન અને પર્યાવરણ (રા.ક.) નાં અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ.૨૦૧૫-૧૬ નાં ભાગરૂપે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવનાર છે જેની તડામાર તૈયારીઓ ગરબાડા APMC મેદાનમાં ચાલી રહી છે જે તસવીરમાં નજરે પડે છે.

        જાણવા મળ્યા મુજબ ગરબાડા ખાતે યોજાનાર કૃષિ મેળામાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના અલ્પ સંખ્યા નાણાં નિગમના અધ્યક્ષશ્રી માન. સુફી સંત બાબા ઉપસ્થિત રહેનાર છે તથા આમંત્રિત મહેમાનોમાં જશવંતસિંહ ભાભોર (માન.સાંસદ,દાહોદ), શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા (માન.ધારાસભ્ય, ગરબાડા), દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ભુરિયા, ગરબાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતિ ઉષાબેન ભાભોર, ગરબાડા APMC નાં ચેરમેન શ્રી અજીતસિંહ રાઠોડ તથા અતિથિ વિશેષ તરીકે કલેક્ટરશ્રી દાહોદ શ્રી એમ.એ. ગાંધી (IAS) તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એ.પટેલ (IAS) પણ ઉપસ્થિત રહેનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here