ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

0
503

Priyank new Passport PicNewsTok24 – Priyank Chauhan – Garbada

રાજ્યમાં તાલુકાજિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી તારીખ ૨૯ મી નવેમ્બર રવીવારના રોજ યોજાનાર છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતિમ ચરણમાં પહોંચી છે.  જેને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં રાજકીય ગરમાવો છવાયેલો જોવા મળે છે.

ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પાછલા કેટલાક દિવસોથી ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગરબાડા તાલુકા પંચાયતની કુલ ૨૪ બેઠકો માટે ૬૨ ઉમેદવારો મેદાનમાં છે. જેઓનું ભાવિ અંદાજે ૧૧૧૫૯૯ મતદારો નક્કી કરશે.5

ગઇકાલથી એટલે કે શુક્રવાર સાંજે ૫:૦૦ કલાકથી ચૂંટણી પ્રચારના પડઘમ બંધ (શાંત) થઇ ગયા છે ત્યારે હવે મતદાનના આગલા દિવસેસમયનો ભરપૂર ઉપયોગ કરી ઉમેદવારો ખાટલા બેઠકો તેમજ ખાનગી બેઠકોનો દોર ચલાવી વિવિધ આયોજનો દ્વારા મતદારોને રીઝવવાનો આખરીપ્રયાસ કરશે.

        તો બીજી તરફ ચૂંટણીને લઈને ગરબાડા તાલુકામાં ચૂંટણી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને સવારથીજ મતદાન મથકો માટે પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ સ્ટાફ તેમજ ઇવીએમ મશીનોની ફાળવણી કરવામાં આવી રહી છે3

        પોલિસ તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગરબાડા તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગોતરૂ આયોજન શરૂ કરી જાહેર કરેલા અતિસંવેદનશીલ,સંવેદનશીલ મતદાન મથકો તેમજ ગરબાડા તાલુકા તમામ મતદાન મથકોઉપર પૂરતો પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ જીલ્લામાં ચૂંટણીટાણે પાડોશી રાજ્યોમાંથી આવતા પ્રતિબંધિત વસ્તુઓ તેમજ અસમાજિક તત્વોનાં પ્રવેશ રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ચૂંટણી શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે તકેદારીના ભાગરૂપેગરબાડા તાલુકાને જોડતી આંતરરાજય બોર્ડરો સીલ કરી જરૂરી પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here