ગરબાડા તાલુકા કુમાર શાળામાં કન્યાના હસ્તે ધ્વજવંદન કરી ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી

0
876

 

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank chauhan Garbada

        ૬૭ માં ગણતંત્ર દિવસપર્વની ઉજવણી નિમિતે ગરબાડા તાલુકા કુમાર શાળામાં ગણતંત્ર દિવસ પર્વની ઉજવણી આન-બાન-શાનથી કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારના આદેશ મુજબ કન્યાના હાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

          અત્યાર સુધી ગામના આગેવાનો તથા રાજકારણીઓના હસ્તે ધ્વજવંદન કરવવામાં આવતું હતું પણ આ વર્ષે દરેક સ્કૂલમાં તેમના વિસ્તારમાં સૌથી વધારે ભણેલી અને ઉચ્ચ ડિગ્રી ધરાવતી કન્યાના હસ્તે ધ્વજવંદન કરાવવાની સુચના આપવામાં આવી હતી.

          રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે ત્યારે સરકાર દ્વારા આ વર્ષે સ્ત્રી કેળવણીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ‘”બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત આ વખતે યોજાયેલ ગણતંત્ર દિવસનું ધ્વજવંદન ગામમાં કે વિસ્તારમાં સૌથી વધારે ભણેલી કન્યા હોય તેના હસ્તે કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ગામમાં કે વિસ્તારમાં સૌથી વધારે શિક્ષણ મેળવનાર કન્યા બીજી કન્યાઓ માટે રોલ મોડલ બને અને કન્યાઓ વધુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુસર આવી સુચના આપવામાં આવી હતી. આ સુચના અંતર્ગત ગરબાડા તાલુકા કુમાર શાળામાં દાહોદ ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટરના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર(ટીબી) ઝીનલબેન ભારતસિંહ ભાભોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

          ધ્વજવંદન કરનાર ઝીનલબેન ભારતસિંહ ભાભોરને સન્માનપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા જોશી નીલમબેન રામચંદ્ર તથા હઠીલા ભવિકાબેન ઝીથરાભાઈને પણ સન્માનપત્ર એનાયત કરી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

          ધ્વજવંદન કાર્યક્રમમા દાહોદ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી મોહિન્દ્રાબેન રાઠોડ, ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડ, ગરબાડા APMC ના માજી ચેરમેન અજીતસિંહ રાઠોડ, શાળાના શિક્ષકગણ તેમજ ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તથા ગરબાડા ખાતે પંચાયત ઓફિસ, સરકારી કચેરીઓ, પોલિસ સ્ટેશન, ગામની તથા આજુબાજુની અન્ય શાળાઓમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

          ૨૬ મી જાન્યુઆરીનો દિવસ આપણાં ભારતના દેશના ઈતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.  કારણ કે, ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારતનું બંધારણ સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ભારત એક સાર્વભૌમ,બિનસાંપ્રદાયિક, લોકશાહી રાષ્ટ્ર છે અને આજના દિવસે ભારતનું બંધારણ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યું અને આપણાં દરેક હક્કો પણ આપણને આપણાં બંધારણ દ્વારા પ્રાપ્ત થયેલ છે જેવા કે, નાગરિકત્વ, વાણી સ્વતંત્રતા, સર્વ સમાનતા, અન્ય ધર્મ પાળવાણી સ્વતંત્રતા, દરેક માટે સમાન તકો વિગેરે હક્કો આપણને આ દિવસે પ્રાપ્ત થયેલ છે. તેથીજ ૨૬ મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથીજ ૨૬ મી જાન્યુઆરીના દિવસને ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર ઉજવણી કરવામાં આવે છે અને આપણે ૨૬ જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here