ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાં ખરોડ નદીના નવા બનેલ પુલ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં.

0
546

Priyank new Passport PicNewsTok24 – Priyank Chauhan  – Garbada

            ગરબાડા હનુમાનજી મંદિર ચાર રસ્તાથી ગાંગરડી તરફ જતાંગરબાડા ખરોડ નદીનાં નવા બનેલ પુલ સુધીનો રસ્તો એકદમ તુટેલી હાલતમાં છે. આ રસ્તા ઉપર નાના મોટા ખાડા પડી જવાથી રસ્તો ઉબડખાબડ થતાં વાહન ચાલકોને ખુબજ તકલીફનો સામનો કરવો પડે છે.રસ્તો તુટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકોને પોતાનું વાહન નછૂટકે રોંગ સાઇડ ચલાવવાની ફરજ પડે છે જેના કારણે નાનામોટા અકસ્માતો થવાનોતેમજ ટુ-વ્હીલર વાહનો ઉપરથી પડી જવાનો પણ ભય રહેતો હોય છે.

        ગરબાડાથી ગાંગરડી, મંડોર તરફ જવાનો મુખ્ય રસ્તો આજ છે. સ્થાનિક વાહનો તેમજ ગાંગરડી, મંડોર તરફ જતાં નાના મોટા વાહનોની અવરજવરના કારણે આ રસ્તા ઉપર સતત ટ્રાફીકનું ભારણ રહે છે તથા આ રસ્તા ઉપર રહેણાંક વિસ્તાર તેમજ મંદિરો હોવાથી લોકોની પણ સતતઅવરજવર રહેતી હોય છે. આ રસ્તો બિલકુલ તૂટેલી હાલતમાં છે. તેમ છતાં સબંધિત તંત્ર આ બાબતે ઉદાશીન વલણ દાખવી કોઈપણ જાતનું ધ્યાન આપતું નથી અને તંત્ર આ બાબતથી બીકુલ અજાણ હોય તેમ લાગે છે.

        સબંધિત તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ વહેલામાં વહેલી તકેઆ રસ્તા ઉપરનાં નાનામોટા ખાડા પુરી તેના ઉપર રિકાર્પેટિંગ કરી રસ્તોવ્યવસ્થિત કરવામાં આવે તથા જરૂરી સ્થળોએ બંપ (Speed Breaker) મૂકવામાં આવે તે અત્યંત જરૂરી છે.

        તસવીરમાં ઉબડખાબડ રસ્તો નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here