ગરબાડા APMC ના બીજી ટર્મના સભાપતિની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ

0
428

Priyank new Passport PicNewstok24 – Priyank  chauhan – Garbada

ગરબાડા APMC માં સભાપતિની મુદત તારીખ.૨૦/૧૧/૨૦૧૫ ના રોજ પૂર્ણ થયેલ છે. જેથી બીજી ટર્મના સભાપતિ માટેની ચૂંટણીનું તારીખ.૦૩/૧૨/૨૦૧૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બીજી ટર્મના સભાપતિની ચૂંટણી કામગીરી તે સમયે મોકૂફ રાખવામા આવી  હતી.

        સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતાં ગરબાડા APMC ના બીજી ટર્મના સભાપતિની ચૂંટણી માટેનું આયોજન આજરોજ બપોરે ૧૨:૦૦ કલાકે ખેતીવાડી ઉ. બજાર સમિતિ ગરબાડાના સભાખંડમાં જિલ્લા રજીસ્ટ્રારશ્રી એ.પી.અસારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતુ. આજરોજ તારીખ.૧૮/૧૨/૨૦૧૫ ના રોજ ખે.ઉ.બજાર સમિતિ ગરબાડાના સભાખંડમાં બીજી ટર્મના સભાપતિની ચૂંટણી કરવા એજન્ડા મુજબ તમામ સભ્યોને હાજર રહેવા એજન્ડા આપેલ હતો. પરંતુ ખે.ઉ.બજાર સમિતિ ગરબાડાના સભાખંડમાં ફક્ત ત્રણ સભ્યો હાજર રહેતા ચૂંટણી પ્રક્રિયા થઈ શકેલ નથી. જેથી આજરોજ ગરબાડા APMC ની બીજી ટર્મના સભાપતિની ચૂંટણી હાલ પૂરતી મુલત્વી રાખવામા આવેલ છે અને ચૂંટણીની નવી તારીખ જાહેર કર્યા બાદ ચૂંટણી યોજવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here