ઝાલોદના મુવાડા મોડી રાત્રે  આગ લાગતા દંપતિએ પેહલા માળેથી ભૂસકો માર્યો બંનેનો આબાદ બચાવ 

0
750
pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi 
                       ઝાલોદ – મુવાડાના સંચાફળીયામા ગત રાત્રિના સોટ સર્કિટ થી અનાજ દળવાની ઘંટીમા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમા દંપતિને ગંભીર ઇજા થઇ હતી મળેલ વિગત મુજબ મુવાડા ના સંચાફળીયા આવેલ ઘનશ્યામભાઇ પંચાલ ની અનાજ દળવાની ઘંટી આવેલ છે મધ્ય રાત્રીના 2 વાગ્યાના સુમારે અચાનક શોટ સર્કિટના કારણે આગ લાગી  હતી.જોતજોતામા આગ વધુ તીવ્ર બની જતા ઉપર ના માળે સૂતેલા ઘનશ્યામભાઇ નો પુત્ર ચિરાગ તેમજ તેની પત્ની પ્રીયકાબેન ઊંઘમાથી જાગી જતા આગથી બચવા સારુ પથમ માળે થી દંપતિ નીચે કુદી જતા ચિરાગ ને બંને પગે તેમજ તેની પત્ની ને થાપા ના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દાહોદ ખાતે લઇ ગયા હતા જયારે આગ ઓલવવા માટે ફાયર સ્ટેશન ને જાણ કરતા ફાયર ફાયટર આવી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જયારે આ આગના પગલે અંદાજીત રુપિયા ચાર લાખ નુ નુકશાન થતા ઝાલોદ પોલીસે મથકે જાણ કરતા પોલીસે જાણવા જોગ નંબર2/16 મુજબ ની નોંધ કરી આગળ ની કાર્યવાહી કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here