ઝાલોદની બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને લાયન્સ ગુજરાતી શાળામાં નવરાત્રી નું આયોજન થયું

0
529

Picture 001

NewsTok24 – Keyur Parmar – Dahod

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ શહેર ખાતે લાયન્સ ક્લબ સંચાલિત બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને લાયન્સ ગુજરાતી શાળામાં નવરાત્રી નું આયોજન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ ખુબ હર્ષોલ્લાસ સાથે દાંડિયાની રમઝટ માણી હતી જયારે બીજી બાજુ શિક્ષકો અને શિક્ષિકઓએ પણ બાળકો સાથે ગરબામાં ઝૂમી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલક મંડળ ના પ્રમુખ મુકેશ અગ્રવાલ, મંત્રી બળવંત પટેલ અને ખજાનચી જવાહર અગ્રવાલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય મુકેશ પંડ્યા, નેલ્સન મેસી તથા લાયન્સ ગુજરાતી શાળાના આચાર્ય મીઠાલાલ પ્રજાપતિ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

Lions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here