PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ઈનામી ગામનાં પણદા ફળિયામાં રહેતા લાલુભાઇ બદિયાભાઈના મકાનમાં એકાએક આગ લાગતાં ઝાલોદ નગર પાલિકાને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તરત જ સ્થળ ઉપર પહોચી આગ ઉપર કાબુ મેળવી આગને ઓલવી હતી. પરંતુ જ્યાં સુુધી મકાનમાં લાાગેલી આગ ફાયર બ્રિગેડના લાસ્કરો દ્વારા આગ ઓળવવામાં આવે ત્યાં સુધીમાં તો ઘરમાં રાખેલી તમામ ઘરવખરી, કપડાં, ગોદડા અને આખું મકાન બળીને ખાક થઈ ગયું હતું અને લાખોનું રૂપિયાનું નુકશાન થયું હતું. આ આગ કેવી રીતેે લાગી તે જાણી શકાયું નથી. પરંતુ લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે આ મકાનમાં શોર્ટસર્કિટ થયો હોય કે પછી ગેસની બોટલ પણ ફાટી હોય તેમ પણ બની શકે છે.