તા.૦૫/૦૩/૨૦૨૩ ને રવિવારના રોજ અજીતભાઈ ધરુભાઈ કટારા તથા તેની બહેન નીતાબેન સાથે નાની બાળકી શ્રુતિ ઉ.વ. ૨ વર્ષ નાનીને લઈ લીમડી બજારમાં વેપાર અર્થે આવેલ તે દરમિયાન નાની બાળકી તેના પિતા અજીતભાઈ થી વિખુટી પડી ગયેલ. તેની જાણ લીમડી પોલીસ સ્ટેશનના P.S.I. એમ.એફ. ડામોર નાઓને મળતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ લીમડી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને બાળકીના પરિવારની શોધખોળ હાથ ધરેલ અને P.S.I. એમ.એફ. ડામોર તથા સેકન્ડ P.S.I. એમ.બી. ખરાડી તથા બીજા પોલીસ સ્ટાફના માણસો લીમડી ગામમાં બાળકીના પરિવારની સખત શોધખોળ કરતા બાળકીના પિતા અજીતભાઈ ધરૂભાઈ કટારા રહે. કાળીમહુડી નાઓ મળી આવતા તેઓની પૂછપરછ કર્યા બાદ બાળકીને સલામત તેના પિતાને સોંપી લીમડી પોલીસે માનવતાનું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ઝાલોદ તાલુકાના લીમડી બજારમાં મા-બાપથી વિખુટી પડી ગયેલી કાળીગામ મહુડી ગામની બે વર્ષની બાળકીને ગણતરીના કલાકમાં તેના પરિવાર સાથે મિલન કરાવતી લીમડી પોલીસ
RELATED ARTICLES