ઝાલોદ નગરનું ગૌરવ : ઝલાઇ માતાના મંદિરના પૂજારીના પુત્રએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યો

0
322

 PRITESH PANCHAL –– JHALOD 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરનું નામ જેના ઉપરથી પડ્યું તે ઝલાઈ માતાના મંદિરના પુજારી પરેશભાઈ જોષીના પુત્ર રાજકુમાર જોષી ઉર્ફે સોનુએ સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય થી સને ૨૦૨૦ – ૨૦૨૧ માં આચાર્ય કક્ષાની પરીક્ષામાં “ફલિત જ્યોતિષ” વિષયમાં સમગ્ર ગુજરાત રાજ્યની ૪૮ સન્સકુંતી પાઠશાળાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિ ગોપાલબંધુ મિશ્રાના વરદ્દ હસ્તે તા.૦૫/૦૩/૨૦૨૧ ને શુક્રવારના રોજ સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેઓએ આ સન્માન મેળવી સમગ્ર ઝાલોદ નગર, દાહોદ જિલ્લાનું અને બ્રાહ્નણ સમાજનું ગૌરવ વધાર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here