ઝાલોદ નગરમાં સંત શિરોમણી રવિદાસ બાપુની 644 મી જન્મજયંતી રંગેચંગે ઉજવવામાં આવી

0
145

PRITESH PANCHAL –– JHALOD

સંત શિરોમણી રવિદાસજી બાપુની 644મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ગત તા.૨૭/૦૨/૨૦૨૧ ને શનિવારના રોજ રાજસ્થાનની બોર્ડર અને મધ્યપ્રદેશની બોર્ડરની એકદમ અડીને આવેલા દાહોદ જિલ્લાનુ રમણિય “ઝાલોદ” ગામ જે ગુજરાતનું છેવાડાનુ ગામ છે. ત્યાં ભાવિક ભક્તોના આગ્રહને માન આપી સંત શિરોમણી રવિદાસ યુથ કલબ-ગુજરાતના માર્ગદર્શક અને સંસ્થાપક સંજયભાઈ સુમેસરા ઉપસ્થિત રહ્યા. તેમણે સતગુરૂ રોહીદાસ બાપાની સુંદર વાત કરી. તેમને મળીને સૌ લોકોને આનંદ પ્રાપ્ત થયો.
આ વર્ષે સંત રોહિદાસ બાપુની જન્મજયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. તેમજ જન્મજયંતિ નિમિત્તે રોહિદાસબાપુની નગરયાત્રા તથા સાંજે મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ ઊજવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here