PRITESH PANCHAL –– JHALOD
ઝાલોદ નગર પાલિકાના ખોડીયાર માતા રોડ પર આવેલા પાણીના એર પાઇપમાંથી વારંવાર રીપેરીંગ કરવા છતાં પણ હજારો ક્યુસેક પાણી પાઈપમાથી દરરોજ અને હાલમાં પણ વેડફાઈ રહ્યું છે, જ્યારે નગરમાં કેટલીક જગ્યાઓએ વાપરવાના પાણીનો બુમો પડી રહી છે. એર પાઈપનો યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી તો શુ તંત્ર આ બાબતે ધ્યાન કેમ નથી આપતી. કે નગર પાલિકા તંત્ર આંખ આડા કાન કરીને કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.