- વિશ્વકર્મા દાદાને ૧૧ થી ૧૨ કિલોના ચાંદીના આભૂષણો પંચાલ સમાજ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા
- પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી ઉત્સવમાં સહુ પરિવાર સાથે ઉત્સવમાં જોડાયા.
ઝાલોદ નગરમાં પંચાલ સમાજ દ્વારા પોતાના આરાધ્ય દેવ અને સૃષ્ટિના સર્જક એવા વિશ્વકર્મા ભગવાનનાં જન્મ જયંતિ નિમિત્તે ત્રણ દિવસના પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં ગત રોજ પંચાલ સમાજના સહુ કોઈ લોકોએ પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી આખા દિવસના ઉત્સવમાં પરિવાર સાથે મોટા પ્રમાણમાં પંચાલ સમાજના લોકો જોડાયા હતા.
વિશ્વકર્મા ભગવાનનું મંદિરે રોશની કરી અને ભગવાનને કેસર સ્નાન કરાવી ફૂલોથી શણગારેલ અલૌકિક લાગતું હતું. ભગવાન વિશ્વકર્મા દાદા ને નવા આભૂષણો અને શણગાર પણ ખૂબ નયન રમ્ય લાગતો હતો. વિશ્વકર્મા દાદાને ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ૧૧ થી ૧૨ કિલોના ચાંદીનાં આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. તા.૦૩/૦૨/૨૦૨૩ નાં રોજ વિશ્વકર્મા મંદિરે ફૂલોના શણગાર તેમજ નવીન આભૂષણો સાથે વિશ્વકર્મા દાદા સાક્ષાત દર્શન આપવા આવ્યા હોય તેવું સુંદર રૂપ જોવા મળતું હતું. વિશ્વકર્મા ભગવાનના દર્શન દરેક ભક્તો વારંવાર કરવા જતા હતા તેવું સુંદર રૂપ ભગવાનનું લાગતું હતું.
તા.૦૩/૦૨/૨૦૨૩ નાં રોજ વિશ્વકર્મા જયંતિના પવિત્ર અવસરે સવારમાં વિશ્વકર્મા દાદાને કેસર સ્નાન, પંચામૃત સ્નાન કરાવી વિશ્વકર્મા દાદાને નવાં વસ્ત્રો તેમજ પંચાલ સમાજ દ્વારા ૧૧ થી ૧૨ કિલોના ચાંદીના નવીન આભૂષણો અર્પણ કરવામાં આવેલ હતા. તે દાદાને પહેરાવવામાં આવેલ હતા.અને નવીન ધજા મંદિરને ચડાવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં દાદાના હવન પણ કરવામાં આવેલ હતો.
પંચાલ સમાજના આજુબાજુના તેમજ બહાર રહેતા લોકો પણ આ દિવસે વિશ્વકર્મા મંદિરે વિશ્વકર્મા જયંતીનો ઉત્સવ ઉજવવા આવેલ હતા. વિશ્વકર્મા મંદીર પરિસરમાં ત્રણ દિવસના સુંદર પ્રોગ્રામો સાથે પંચાલ સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દરેક પ્રોગ્રામમાં પંચાલ સમાજની મહિલાઓ, બાળકો, વડીલો, યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં ઉત્સાહ વધારવા માટે બાળકો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તેમજ પંચાલ સમાજના બાળકોએ વર્ષ દરમ્યાન અભ્યાસ તેમજ બીજા અન્ય ક્ષેત્રમા પ્રગતિ કરી સમાજનું નામ રોશન કર્યું હોય તેમને પુરસ્કાર આપી સન્માન આપવામાં આવ્યું હતું. જેથી બાળકોમાં દરેક ક્ષેત્રે આગળ વધવા માટેનું મનોબળ મક્કમ થાય.
વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા નગરના દરેક વિસ્તારોમાં ફરી હતી દરેક વિસ્તારમાંથી ધાર્મિક લોકોએ વિશ્વકર્મા દાદાના રથનું દર્શન કરી સ્વાગત કરવાનો લાભ લીધો હતો. ભજન અને ગરબાની રમઝટ સાથે સહુ પંચાલ સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા અને છેલ્લે વિશ્વકર્મા મંદિરે પંચાલ સમાજના સહુ લોકોએ ભેગા મળી મહાઆરતી તેમજ પંચામૃત મહાપ્રસાદીનો લાભ લીધો હતો.