દાહોદ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2023 નું આયોજન વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે આજે તા.૦૫/૦૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ યોજવામાં આવ્યું હતું. આધુનિક વિજ્ઞાનની ક્ષિતિજો સર કરવા કૃતનિશ્ચયી રહેલા ભારત અને સ્વર્ણિમ ગુજરાતના ભાવિ ઘડવૈયા એવા સમગ્ર દાહોદ જિલ્લાના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોની વિશિષ્ટ કૃતિઓની વૈવિધ્યપૂર્ણ સર્જનાત્મકતા એટલે વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ટેક્નોલોજી અને રમકડાં આ કાર્યક્રમમાં 25 જેટલી કૃતિઓ પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવી હતી. જેમાં અને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ માટેની કૃતિઓ પ્રદર્શનીની માં મુકાઈ હતી આમાંથી જે પ્રદર્શની વિજેતા બનશે તે પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે જશે.
ઉપસ્થિત મહાનુભાવોએ પહેલા પ્રદર્શનીને નિહાળી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરએ જણાવ્યું હતું કે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શિક્ષણમાં અને ગણિત વિજ્ઞાન માટે અવિરત કામગીરી કરી આવનાર વર્ષોમાં આ વિદ્યાર્થીઓ ભારતનું નામ રોશન કરે તે માટે અવિરત પ્રયાસો કર્યા હતા અને આજે પણ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ, ગુજરાત ખેત વિકાસ પરિષદના મંત્રી લાલસિંહ પારગી, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી નીલકંઠ ઠક્કરએ કર્યું હતુ.