Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદની સેન્ટ મેરી સ્કૂલનાં નાનકડાં ભૂલકાઓએ ચિત્ર દ્વારા પોતાના પેરન્ટ્સને તેમજ અન્ય...

દાહોદની સેન્ટ મેરી સ્કૂલનાં નાનકડાં ભૂલકાઓએ ચિત્ર દ્વારા પોતાના પેરન્ટ્સને તેમજ અન્ય મતદારોને મતદાન કરવા કરી અપીલ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અવસર અમારા ભવિષ્યનો છે તો અમે કેમ પાછળ રહીએ..!

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે દાહોદ ખાતે આવેલી સેન્ટ મેરી સ્કૂલમાં પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકશાહીના મહાપર્વમાં જનજનને ઉત્સાહપૂર્વક જોડવા માટે અનેકવિધ જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે અમલી કાર્યક્રમ ‘સ્વીપ’ હેઠળ દાહોદ ખાતે આવેલી સેન્ટ મેરી સ્કૂલના નાનકડાં ભૂલકાઓએ વોટિંગ અવેરનેસ માટે મતદાન જાગૃતિને લગતાં વિવિધ ચિત્ર દોરીને તેમાં ગમતા રંગોની પૂરણી કરીને પોતાના પેરન્ટ્સને તેમજ અન્ય મતદારોને મતદાન કરવા માટેની અપીલ કરી છે.
લોકશાહીના આ મહાપર્વમાં આ નાનકડાં ભૂલકાઓએ પણ મતદાન જાગૃતિમાં પોતાની ભાગીદારી નોંધાવી. “Dear mummy & papa – don’t forget for vote”, for what is our right – for our bright future, for the nation જેવા સૂત્રોના ચિત્રોમાં મનગમતા રંગો પૂરીને આ નાનકડાં ભૂલકાંઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments