Sunday, November 10, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં શ્રી રામ શરણમ્ સેવા સમિતિ દ્વારા અમૃતવાણી સત્સંગ તથા રામ નામની...

દાહોદમાં શ્રી રામ શરણમ્ સેવા સમિતિ દ્વારા અમૃતવાણી સત્સંગ તથા રામ નામની દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ઘોડા ડુંગરી મંડાવાવ રોડ સ્થિત શ્રી રામ શરણમ્ સેવા સમિતિ દ્વારા તા.૧૨/૦૧/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રી અમૃતવાણી પાઠ તથા રામનામ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષા કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન તથા મધ્યપ્રદેશ થી અસંખ્ય રામ ભક્તોએ હાજરી આપી હતી. વર્ષ 2015 થી રામ નામની દીક્ષાનું આયોજન થયેલ છે. જેમાં આજ દિન સુધી કુલ 35,000 જેટલા રામ ભક્તો જોડાયેલા છે. આજ રોજ થયેલ દીક્ષા કાર્યક્રમમાં 1700 જેટલા રામ ભક્તએ રામ નામની દીક્ષા લીધેલ હતી.

શ્રી રામ શરણમ્ સેવા સમિતિ દ્વારા આ આયોજનમાં અનુશાસનનું પાલન, સમયનું પાલન, ઉચ – નીચ, જાત – પાત, ધનવાન – ગરીબ, નાના-મોટા, વિગેરેનો કોઈ ભેદભાવ રાખવા આવતો નથી આ પરિબળોના લીધે કલયુગમાં આત્મકલ્યાણનો સરળ અને શ્રેષ્ઠતમ માર્ગ છે
આ દીક્ષા સમારંભમાં ભુરાભાઈ નીનામા, રાજેશ પરમાર, રાજેશ પંચાલ, સામુ ડામોર, સુરમલ પરમાર, દિનેશ  બારીયા, તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments