Monday, November 11, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાઇ રાષ્ટ્રીય ચિત્રકળા સ્પર્ધા - 14 શાળાના વિદ્યાર્થીઓએ...

દાહોદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાઇ રાષ્ટ્રીય ચિત્રકળા સ્પર્ધા – 14 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

કેન્દ્રિય વિદ્યાલય દાહોદ ખાતે આજે તા.૨૩/૦૧/૨૦૨૩ ને સોમવારના રોજ રાષ્ટ્રીય સ્તર પર ચિત્રકળાનું આયોજન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલય ચિત્રકળા સ્પર્ધાના નોડલ સેન્ટર તરીકે પસંદ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં દાહોદની વિવિધ 14 શાળાઓમાંથી ધોરણ 9 થી 12 ના લગભગ 100 બાળકોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો આ ચિત્રકળા સ્પર્ધા માટે ભારતના માનનીય પ્રધાનમંત્રીના કાર્યક્રમ ‘પરીક્ષા પર ચર્ચા’ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બતાવેલ મંત્રોને પણ વિષયના રૂપમાં લેવામાં આવ્યો હતો. સ્પર્ધાની શરૂઆત સવારે 10 વાગે થઈ હતી અને બપોરના 12 વાગ્યા સુધી ચાલી હતી.

સ્પર્ધાનો ઉદ્દેશ્ય બાળકોને પરીક્ષાના સમયે ભયમુક્ત અને તનાવરહિત વાતાવરણમાં અભ્યાસ કરીને પોતાની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરવાનો છે. જેથી વિદ્યાર્થીઓ સ્ટ્રેસ મુક્ત રહી અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક પ્રતિયોગીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પુસ્તક ‘એક્ઝામ વોરિયર’ અને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે સ્પર્ધામાં પસંદગી પામેલ પ્રથમ પાંચ બાળકોને સન્માનીત કરવામાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કિશોરકુમાર રાજહંસ પિત્રોડા કીર્તન અને કલ્પેશભાઈ પ્રજાપતિએ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી. તેમાંથી નીચે મુજબના પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ ઇનામ માટે પસંદ કરવામાં આવ્યા હતા

વિજેતા વિદ્યાર્થીઓ :

૧.) ભુરીયા રિતિકા, સેન્ટ સ્ટીફન હાઇસ્કુલ, દાહોદ.

૨.) બામણીયા છાયા, એકલવ્ય મોડેલ સ્કૂલ, ખરેડી

૩.) પીઠાયા નિખિલ, એમ.વાય. હાઇસ્કુલ, દાહોદ.,

૪.) ચાવડા ઈશા, સેન્ટ સ્ટીફન્સ હાઇસ્કુલ, દાહોદ

૫.) નીનામા ભાર્ગવી, જવાહર નવોદય સ્કૂલ, ખરેડી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments