દાહોદ ખાતે બે દિવસીય બાગાયત ખેડૂત સંમેલન યોજાશે ૮મી ઓકટોબરે મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે શુભારંભ કરવામાં આવશે

0
696

 

logo-newstok-272-150x53(1)NewsTok24 – Desk – Dahod.

દાહોદઃ મંગળવારઃ દાહોદ, મુવાલીયા ફાર્મ, આણંદ કૃષિ યુનિવર્સિંટી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા ખેતી વાડી વિભાગ, દાહોદના સંયુક્ત ઉપક્રમે બાગાયત પાક ખેડૂત સંમેલન દાહોદ લોક સભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને  તા. ૮ અને ૯ ઓકટોબર, ૨૦૧૫ના રોજ બે દિવસ માટે યોજવામાં આવશે. આ સંમેલનનું ઉદ્ઘાટન રાજયના વન –પર્યાવરણ અને મત્સ્યોધોગ રાજય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે તા. ૮ મી ઓકટોબર, ૨૦૧૫ના રોજ સવારે ૯-૦૦ કલાકે મુવાલીયા ફાર્મ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાહોદ ખાતે કરવામાં આવશે.

         સંમેલનમાં બાગાયત પાક નિષ્ણાતો સફળ ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે

આ કાર્યક્રમના સહ અધ્યક્ષ તરીકે ગાંધીનગર, બાગાયત નિયામક ર્ડા. આર.એ.શેરસીયા, મુખ્ય મહેમાન તરીકે જીલ્લા કલેક્રટર એમ.એ.ગાંધી, જીલ્લા વિકાસ અધિકારી સતિષ પટેલ, અતિથિ વિશેષ તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઇ અમલીયાર, ગુજરાત પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાલા, આણંદ કૃષિ. યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. પી.પી. પટેલ, સંશોધન નિયામક ર્ડા. કે.બી કથીરીયા, વડોદરા, સંયુકત બાગાયત નિયામક બી.યુ.પરમાર ઉપસ્થિત રહેશે.

બાગાયતી પાકો માટે જિલ્લાના ખેડૂતોને પ્રોત્સાહિત કરી તેઓ આર્થિક રીતે સધ્ધર થાય તેવા રાજય સરકારના પ્રયાસના ભાગરૂપે યોજાઇ રહેલા બે દિવસીય ખેડૂત સંમેલનમાં જિલ્લાના વધુને વધુ ખેડૂતો ભાગ લઇ સરકારની બાગાયતી પાકો માટેની વિવિધ સહાયકારી યોજનાઓની જાણકારી માર્ગદર્શન મેળવી બાગાયતી પાકો તરફ વળે. આ સંમેલનમાં બાગાયત પાક નિષ્ણાતો, સફળ ખેડૂતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. જેથી આ વિકાસ લક્ષી સંમેલનમાં જિલ્લાના ખેડૂતોને ઉપસ્થિત રહેવા  દાહોદ બાગાયત નિયામક બી.એસ.વાળંદે વિનંતી સાથે હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here