દાહોદ જિલ્લાના ઝાલોદની લાયન્સ ક્લબ ઝાલોદ સંચાલિત શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

0
303

01. KEYUR PARMAR

logo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે  તા.10/06/2017 ને શનિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ તથા લાયન્સ ગુજરાતી શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. જેમા લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના પ્રમુખ લા.ડૉ.ધર્મેંદ્રભાઇ અગ્રવાલ, મંત્રી લા. જવાહરભાઇ અગ્રવાલ, ખજાનચી લા. મુકેશભાઇ અગ્રવાલ તથા શૈક્ષણીક કમિટીનાં મેમ્બર લા.ડૉ સોનલકુમાર દેસાઇ, લા.મેહુલભાઇ દેસાઇ, લા.ડૉ. સેજલબેન દેસાઇ, લા.વંદનબેન દેસાઇ, સ્કૂલનાં કેમ્પસ ડાયરેક્ટર હર્ષદભાઇ પંડયા અને અંગ્રેજી માધ્યમની શાળાના આચાર્યશ્રી મુકેશભાઇ પંડ્યા તથા ગુજરાતી માધ્યમની શાળાના આચાર્યશ્રી મીઠાલાલ પ્રજાપતિ, શૈક્ષણીક સ્ટાફગણ તથા વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ તથા વાલી હાજર રહ્યા હતાં.
શાળાના પ્રવેશોત્સવ દરમ્યાન ગુજરાતી માધ્યમનાં વિધાર્થી – વિદ્યાર્થીનીઓને લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના હોદ્દેદારો દ્વારા પાઠ્ય-પુસ્તકનું વિતરણ કરવામા આવ્યુ હતુ અને શાળામાં ભણવા માટે તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here