દાહોદ જિલ્લાની અંદર ગરબાડા તાલુકો પણ અગ્રેસર બને એ દિશામાં આપણે સૌ આગેકૂચ કરીએ : સાંસદ જશવંતસિંહ ભાભોર રવિ કૃષિ મહોત્સવમાં

0
1075

 

 

 

 

 

 

 

 

Priyank new Passport Pic

 

Priyalogo-newstok-272nk Chauhan – Garbada

          રવિ કૃષિ મહોત્સવ.૨૦૧૫-૧૬ ના ભાગરૂપે આજરોજ ગરબાડા નગરમાં APMC ખાતે કૃષિ મેળાનું આયોજન દાહોદના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગરબાડાનાં માન.ધારાસભ્ય શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા,દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રમીલાબેન ભુરિયા, ગરબાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ શ્રીમતિ ઉષાબેન ભાભોર, ગરબાડા APMC નાં ચેરમેન  અજીતસિંહ રાઠોડ તથા અતિથિ વિશેષ જિલ્લા વિકાસ અધિકારી  એસ.એ.પટેલ (IAS) ઉપસ્થિત રહ્યા હતા. આ કૃષિ મેળામાં જિલ્લા-તાલુકા પંચાયતનાં સભ્યો, રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ, સરપંચો, આંગણવાડી વર્કરો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારીએ આવેલા મહેમાનોનું પ્રસંગને અનુરૂપ શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યાર બાદ આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.DSC00492         

         રવિ સિઝનમાં ખેડુતોને રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિક્તા અને માર્ગદર્શન મળે અને તેમના પાક ઉત્પાદનમાં વધારો થાય અને વધુ આવક મેળવે અને રવિ પાકોમાં વિવિધ આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય અને ખેડુતો સરકારની ખેતી વિષયક વિવિધ યોજનાઓથી વાકેફ થાય અને ખેડુતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે ઉદ્દેશને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

DSC00477

         આ પ્રસંગે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર પ્રસંગને અનુરૂપ પ્રવચન આપી જવાવ્યું કે, ” કૃષિ મહોત્સવ થકી ગામડાનું અર્થતંત્ર મજબૂત કરવા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. સરકાર કોઈ પણ પક્ષની હોય પણ એ સરકાર સરવાળે જનતા માટે, લોકો માટે, ખેડૂત માટે, દરેક ગરીબ વ્યક્તિનું જીવનધોરણ ઊંચું કઈ રીતે આવી શકે,આર્થિક રીતે મજબૂત કઈ રીતે થઈ શકે તેના માટે રાજ્ય સરકાર મથામણ કરી રહી છે. તેમાં સૌ આપણે સાથે મળીને પ્રયાસ કરીયે”

       વધુમાં તેમને જણાવ્યુ કે, ગરબાડામાં છેલ્લા ૧૦ વર્ષની અંદર ખેતી માટે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. ગરબાડામાં છેલ્લા ૧૦ વર્ષની અંદર ૨૭૫૮૯ ખેડુતોને ૨૮ કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે આપી છે, ગરબાડાના વિકાસમાં છેલ્લા ૫ વર્ષમાં ૩૨૮ કરોડનો ખર્ચ આ તાલુકાનાં વિકાસ માટે કર્યો છે.

       દાહોદ જિલ્લાની અંદર ગરબાડા તાલુકો પણ અગ્રેસર બને એ દિશામાં આપણે સૌ આગેકૂચ કરીને આવનાર સમયની અંદર કામગીરી કરીશું તેવી હું પણ આ વિસ્તારના સાંસદ તરીકે અને ઘણા બધા વર્ષોથી રાજ્ય સરકારના મંત્રી તરીકે આ તાલુકાનો જન્મ થયો તે દિવસથી આજદિન સુધી એટલે કે છેલ્લા ૨૦ વર્ષથી આપની સાથે એક સેવક તરીકે કામ કરવાનો એક અવસર મળ્યો છે.” તેમ માન સાંસદ શ્રી. જશવંતસિંહ ભાભોર સાહેબે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું.

DSC00482

       આ કૃષિ મેળામાં ગરબાડા તાલુકાનાં ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ૪૮ ખેડુત લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મળતી વિવિધ સહાય જેવી કે ટ્રેક્ટર,પંપસેટ ઓઇલ એંજિન, અંડરગ્રાઉંડ પાઇપલાઇન, તાડપત્રી તથા સબમર્શિબલ પંપની સહાય પેટે કુલ રૂ.૮૪૦૦૦૦/- ની સહાયના ૪૮ ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ કૃષિ મેળામાં કૃષિ તજજ્ઞો દ્વારા ગરબાડા તાલુકાનાં ખેડુતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તેવી ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિઓ વિષે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા કૃષિ મેળામાં કૃષિ વિષયક આધુનિક સાધન સામગ્રી, બિયારણનાં પ્રદર્શન માટે વિવિધ સ્ટોલો પણ ઊભા કરવામાં આવ્યા હતા અને ખેડુતોએ આધુનિક ખેતી વિષયક જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું અને ગરબાડા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here