
દાહોદ જિલ્લામાં 2002માં ભાજપ 6 એ 6 વિધાનસભા સીટો જીતી હતી. અને આજે 20 વર્ષ પછી દાહોદ જિલ્લામાં ભાજપે ક્લીન સ્વીપ કરી 6 સીટો જીતી છે. ત્યારે દાહોદ જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ લોકોના વિશ્વાસ થી ભાજપએ મોટી જીત મેળવી છે. ત્યારે દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકર આમલિયાર જણાવ્યું હતું કે ભાજપનું સબળ નેતૃત્વ વડાપ્રધાન મોદી સાહેબ, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા, સી.આર. પાટીલ અને ગુજરાતની આખી ટીમની સાથે દાહોદ જિલ્લાના સંગઠનના કાર્યકર્તાઓની મહેનત છે. જેના કારણે આટલું સારૂ પરિણામ મળ્યું છે, અને અમે લોકો માટે વિકાસના કાર્યો કર્યા છે અને કરીશું. તેવું દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર એ જણાવ્યું હતું