THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી તથા મતદાર નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે મતદાન અને મતગણતરીના દિવસને ‘ડ્રાય ડે’ તરીકે જાહેર કરાયો છે.
જાહેરનામા મુજબ, આગામી તા. ૩/૧૨/૨૦૨૨ ને શનિવારના સાંજના ૫ વાગ્યેથી તા. ૫/૧૨/૨૦૨૨ ને સોમવાર ની સાંજના ૫ વાગ્યા સુધી એટલે કે મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પૂરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય સુધી ડ્રાય ડે તરીકે જાહેર કર્યો છે. તેમજ મતગણતરીના રોજ તા. ૮/૧૨/૨૦૨૨ ને ગુરુવારના રોજ સંપૂર્ણ દિવસને ડ્રાય ડે દિવસ તરીકે જાહેર કરાયો છે.
THIS NEWS IS POWERED BY –– AVSAR HERBAL ENTERPRISE
દાહોદ જિલ્લાની સરહદો મધ્યપ્રદેશના ઝાબુઆ, અલીરાજપુર તથા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાને અડીને આવેલી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દારૂબંધી અમલમાં નથી ત્યારે આ સરહદો ઉપરથી જિલ્લાના વિધાનસભા મતવિભાગમાં દારૂની ચોરી છુપીથી ગેરકાયદેસર હેરાફેરી ના થાય તથા દારૂનું સેવન કરી મતદાન મતદાનમાં વિક્ષેપ ન કરે તથા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પગલાં ભરવા જરૂરી હોય મતદાન અને મતદગણતરીના દિવસને ડ્રાય ડે તરીકે જાહેર કરાયો છે.
૦૦૦