દાહોદ જિલ્લામાં વધુ 13 દર્દીઓ રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝીટીવ જાહેર થયા, એક્ટિવ કેસની સંખ્યા 323 થઈ

0
106

દાહોદ જિલ્લામાં આજે સાંજના સમયે કુલ 195 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ આવ્યા હતા તે 195 પૈકી 177 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 18 વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. ત્યારબાદ રાત્રીના અંદાજે 09:30 કલાક બાજુ રેપીડ ટેસ્ટના રિપોર્ટ આવ્યા હતા. તેમાં કુલ 12 જગ્યાએથી રેપીડ ટેસ્ટ ના કુલ 166 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા જેમાં 153 વ્યકિતઓ નેગેટિવ આવ્યા હતા અને 13 વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થતા દાહોદ શહેર અને જિલ્લામાં ઉથલપાથલ સાથે ખળભળાટ મચી ગયો હતો,

જે 166 વ્યક્તિઓનો આજે તા.30/07/2020 ને ગુરુવાર ના રોજ કોરોનાનો રેપીડ ટેસ્ટ થયો તેમાં જે 13 વ્યકિતઓ પોઝીટીવ જાહેર થયા તેઓના નામ : (1) જીનલ દીશાંક પરમાર 23 વર્ષ, દરજી સોસાયટી, દાહોદ, (2) રજનીકાંત રસિકલાલ મોઢિયા, 67 વર્ષ, મંડાવાવ રોડ, દાહોદ, (3) શકુંતલા રસિકલાલ મોઢિયા 63 વર્ષ, મંડાવાવ રોડ, દાહોદ, (4) સોનલ પરેશ મોઢીયા, 40 વર્ષ, મંડાવાવ રોડ, દાહોદ, (5) મનુ નાગજી પરમાર, 70 વર્ષ, પંકજ સોસાયટી, દાહોદ, (6) સુમિત્રાબેન એમ. વાઘેલા, 40 વર્ષ, મુનખોસલા, તા. ઝાલોદ, જી. દાહોદ, (7) મીરાજ નઈમ બેગમ, 51 વર્ષ, કસ્બા, ઝાલોદ, જી. દાહોદ, (8) અભિષેક સંજયભાઈ સોની, 15 વર્ષ, વગેલા ફળિયું, મુનખોસલા, તા. ઝાલોદ, જી. દાહોદ કે જેનું નામ આજે બપોરના સમયે પોઝીટીવ આવનાર વ્યક્તિઓના નામ વાલા લિસ્ટમાં આ ભાઈનો એડ્રેસ લીમડી બતાવેલ છે. અને રેપીડ ટેસ્ટમાં મુનખોસલા બતાવેલ છે. (9) તુષારભાઈ પ્રફુલ્લભાઈ ચૌહાણ, 31 વર્ષ, જેસાવાડા, તા. ગરબાડા, જી. દાહોદ, આ ભાઈનું પણ બપોરના સમયે પોઝીટીવ આવેલ વ્યકિતઓના નામવાળા લિસ્ટમાં સામેલ છે. (10) અશ્વિનકુમાર એન. રાઠવા 37 વર્ષ, પટેલ ફળિયું તા. ધાનપુર, જી. દાહોદ (11) જીગ્નેશ ભરત ભરવાડ, 21 વર્ષ, પંચેલા, તા. દેવગઢ બારીયા, જી. દાહોદ, (12) મહેન્દ્રભાઈ પી. ભરવાડ, 26 વર્ષ, પંચેલા, દેવગઢ બારીયા, (13) જ્યોતિ કમલેેેશ બારિયા, 14 વર્ષ, અંધેરી, લીમખેડા, જી. દાહોદના ઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં ઉપરોકત દરેકને ક્વોરાન્ટાન કરી તેમની ટ્રાવેલ હિસ્ટ્રી તથા તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે તે દરેકની તપાસ આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા પુર જોશમાં કામે લાગી ગયેલ છે.

થોડી વાર પહેલા આવેલ કોરોના રેપીડ ટેસ્ટમાં કુલ 166 વ્યક્તિઓના સેમ્પલ પૈકી 13 વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવેલ છે જેમાં દાહોદ તાલુકામાં – 05, ઝાલોદ તાલુકામાં – 03, ગરબાડા તાલુકામાં – 01, ધાનપુર તાલુકામાં – 01. લીમખેડા તાલુકામાં – 01 અને દેવ. બારીયા તાલુકામાં 02 આવેેેલ છે. રકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ 09 દર્દીઓ સાજા થતા કુલ 196 લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સંખ્યા 553 થઈ ગઈ, કુલ એક્ટિવ કેસની સંખ્યા 323 થઈ, અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા 30 લોકો મળી કુલ મૃત્યુ આંક 34 ઉપર પહોંચી ગયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here