દાહોદ જિલ્લામાં આવનાર તા.૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે તે લઈને વહીવટી તંત્ર સતર્ક થઇ સાવચેતીના ભાગરૂપે પગલાં લઇ રહ્યું છે ત્યારે આજે દાહોદ જિલ્લાના કલેકટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરએ આજે તા.૨૦/૦૨/૨૦૨૧ ને શનિવારના રોજ ફતેપુુરા તાલુકાના મતદાન મથકો અને EVM સ્ટ્રોંગરૂમની આકસ્મિક મુલાકાત લીધી હતી, તેમજ ચૂંટણીલક્ષી કાર્યકરોને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ફતેપુરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી પોલીસ સ્ટાફ આ માર્ગદર્શનના ભાગરૂપે સાથે રહ્યા હતા.
દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ફતેપુરાના મતદાન મથકો અને EVM નાં સ્ટ્રોંગરૂમની લીધી ઓચિંતી મુલાકાત
RELATED ARTICLES