દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હિરોલા બેઠકમાં અન્યાય થતા સંજેલીની મહિલા ઉમેદવારે અપક્ષ તરીકે ભર્યું ફોર્મ

0
269
THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમા હિરોલા બેઠકમાં અન્યાય  થતા શનિવારે ભાજપ સામે સંજેલીની મહિલા ઉમેદવારે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું. સંજેલી તાલુકામાં યુવાનોમાં ભાજપ વિરુદ્ધ ભારે વિરોધ…
દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે હિરોલા બેઠકમાં  સામાન્ય સીટ હોવા છતાં પણ મનસ્વી રીતે પોતાના મહિલા ઉમેદવારને ઉભા કરતા જ સંજેલી નગરમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોમાં ભાજપ વિરુદ્ધ યુવાનોએ જણાવ્યું હતું કે આ અમારો ભાજપ સામે સિદ્ધાંતિક વિરોધ છે. આજે કેટલાય વર્ષ પછી 19 – હિરોલા બેઠકમાં સામાન્ય સીટ ફાળવવામાં આવી છે. તેમાં રાજકીય રમત યોગ્ય નથી. જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આ બેઠક માટે ભાજપના અન્ય ઉમેદવારને ટિકિટ ફાળવી દેતા સંજેલી નગરમાં વર્ષો જુના કાર્યકરોમાં રોશની લાગણી ફેલાઈ હતી અને તા.13મીને શનિવારના રોજ – સંજેલી નગરના યુવાનોએ ખુશ્બૂબેન અર્પિતભાઈ શાહ સંજેલી સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી યોજનાસહ તાલુકા વિકાસ અધિકારી ઝાલોદ સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આજે દાહોદ જિલ્લા પંચાયત અને સંજેલી તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રકિયા પુરી થતા જિલ્લા માટેની બે બેઠકો માટે 10 ફોર્મ અને સંજેલી તાલુકા માટેની બેઠકો માટેના કુલ 79 ફોર્મ ભરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here