દાહોદ જિલ્લા પોલિસ વડા દ્વારા ગરબાડા પોલિસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી

0
834
       Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada
       દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક મનોજ નિનામા દ્વારા આજરોજ તારીખ.૦૭/૦૨/૨૦૧૬ ના રોજ ગરબાડા પોલિસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગરબાડા ગામના સ્થાનિક આગેવાનો તેમજ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમજ આજુબાજુ ગામના સરપંચો તેમજ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગામના આગેવાનો દ્વારા અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં ખાસ કરીને ગરબાડા ગામમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો.GP-2
અને જરૂરી સ્થળે કાયમી ધોરણે ટ્રાફિક પોઈન્ટ બનાવી TRB જવાનોની ફાળવણી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી તેમજ તહેવાર ટાણે વધારાનો પોલિસ બંદોબસ્ત ફાળવવા તેમજ હાઇવે ઉપર સતત પેટ્રોલીંગ કરવામાં આવે તેવી ગામના આગેવાનો દ્વારા તેમજ ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
        દાહોદ જિલ્લા પોલિસ વડાએ લોકોની રજૂઆત શાંતિપૂર્ણ સાંભળી લોકોની રજૂઆત બાબતે ગરબાડા PSI ને જરૂરી સૂચના આપી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here