દાહોદ જિલ્લા પોલીસને ધાનપુર પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૦ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી સફતલા મેળવેલ છે

0
11

નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે ગત તા.૨૨/૧૧/૨૦૨૨ ને ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – ૦૯ કેસો કરેલ છે. જેમાં દેશી દારૂના કુલ – ૦૬ કેસો, ૨૨ લીટર જેની  કીંમત રૂપીયા – ૪૪૦/- નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ તથા ૦૨ કેસો પીવાના કરેલ છે.

  • ધાનપુર પો.સ્ટે.માં છેલ્લા દશ મહીનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નામે પ્રવીણભાઇ રમેશભાઇ જાતે.વાખળા(બગેલ) રહે.બડી માલપુર,ભાભરા પો.સ્ટે. તા.ચન્દ્રશેખર, જી. અલીરાજપુર (એમ.પી) નાઓને સ્થાનિક પોલીસના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપી વાસીયાડુંગરી ગામે ચોકડી ઉપરથી ટીમ વર્ક દ્રારા ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
  • સાગટાળા પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં.૫૦/૨૦૨૧ ઇપીકો કલમ ૩૩૮, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુનાના કામનો આરોપી છેલ્લા એક વર્ષથી ગુનામાં નાસતો ફરતો આરોપી નામે હિતેશભાઇ તખતભાઇ જાતે.પરમાર રહે.નવાગામ ઝારા ફળીયા તા.દેવ.બારીયા, જી.દાહોદનાઓને જીલ્લા AHTU ટીમ, દાહોદના અધિકારી/કર્મચારી ઓએ બાતમી આધારે ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
  • તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-૨૪ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે.
  • તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-૧૦૭ હેઠળ કુલ-૫૬ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-૧૫૧ હેઠળ કુલ-૫૫ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૦૯ હેઠળ કુલ – ૦૫ અટકાયતી પગલા લીધેલ છે. તથા સી.આર.પી.સી-૧૧૦ હેઠળ કુલ-૧૦૮ અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી-૯૩ ના હેડ હેઠળ કુલ-૪૬ મળી કુલ-૨૭૦ અટકાયતી પગલા લીધેલ છે.
  • તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયાર પરવાને દારોના કુલ – ૦૧ ના હથિયારો જમાં લેવામાં આવેલ છે.
  • આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી  કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here