THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે દાહોદ જિલ્લાના મતદારોને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે આત્મવિશ્વાસ પેદા થાય અને શાંતીમય વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે સારું અત્રેના દાહોદ જિલ્લામાં ૫૭ પેરા મિલિટરી ફોર્સની કંપનીઓની ફાળવણી તેમજ દાહોદ જિલ્લામાં ૯ પ્રોબેશનર IPS જેમાં (૧.) અનમોલ મિત્તલ, (૨.) અરુણ કુમાર સિંઘ (૩.) આદિત્ય બંસલ (૪.) દીપક ધનખેર (૫.) ભેડા વિવેક પ્રવીણકુમાર (૬.) બબીતા રાની સ્વૈન (૭.) આંચલ ચૌહાન (૮.) દીક્ષા (૯.) અંકિત સોની નાઓને ફાળવવામાં આવેલ છે તેમજ વિધાનસભા દીઠ એક SDPO કક્ષાના અધિકારી મૂકવા સારું જિલ્લા બહારથી ચૂંટણી માટે શિવમ શર્મા IPS, એચ.વી.દેસાઈ DYSP, જે.કે.ઝાલા DYSP નાઓને દાહોદ જિલ્લામાં ખાસ મૂકવામાં આવેલ છે.