દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેરનું ઉદ્દઘાટન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વરદ્હસ્તે થયું

0
34

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના ઉપસ્થિતિમાં દાહોદની એન. ઈ. જીરુવલા પ્રાથમિક શાળાના સભાખંડમાં સાયન્સ અને ટેકનોલોજીને સાર્થક કરતા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે.

 જેની વિશેષતા એ છે કે દરેક મહેમાનો અને મુલાકાત કરનાર લોકોને અને મહાનુભાવો ને QR વાળી એક ફાઈલ આપવામાં આવી હતી જે ફાઈલ માં જે કોઈ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવી છે તે પ્રોજેક્ટનો QR Code Scan કરવાથીએ પ્રોજેક્ટની પૂરેપૂરી માહિતી આપણા મોબાઈલમાં ઉપલબ્ધ થઇ જતી હતી. તે ખરેખર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનો વિદ્યાર્થીઓ દ્વારા થયેલો અવિરત પ્રયાસ છે અને તે સૂચવે છે કે આ પ્રોજેક્ટ ફેર કઈક બધા કરતાં જુદો અને અલાયદો છે. જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઈચ્છાઓ છે. તેને પરિપૂર્ણ કરી આગળ વધતા ગુજરાતના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here