દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીની ઉપસ્થિતમાં “પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ઝાલોદમાં ધરણા યોજાયા”

0
48

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓમાં અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવ્યા, કાર્યકર્તાના ઘર સળગાવી દેવામાં આવ્યા, કાર્યકર્તાઓ ની હત્યા કરવામાં આવી તેના વિરોધમાં ઝાલોદ નગરમાં ઘરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં થયેલી હત્યાને ભાજપ ઝાલોદ નગર / તાલુકો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને પશ્ચિમ બંગાળના કાર્યકર્તાઓને ઝાલોદ નગરના ભાજપના કાર્યકર્તાઓ સંદેશો આપવા માગે છે કે આવા ઘટનાઓમાં તેઓ એકલા નથી એમના દુઃખમાં અમે સૌ તમારી સાથે સાથે છે. આવનારા સમયની અંદર જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર પશ્ચિમ બંગાળમાં આવશે અને ખભે ખભા મિલાવી સરકાર કેવી રીતે બને તે માટે પ્રચારમાં પણ જોડાશે.આ ધરણાંમાં ઝાલોદ શહેરમાંથી ટપુભાઈ વસૈયા, જેસિંગભાઈ વસૈયા,  દિનેશભાઇ પંચાલ, મુકેશભાઈ ડામોર, અનિતાબેન મછાર, જીતુભાઇ શ્રીમાળી, રામચંદભાઈ, કેતનભાઈ પંચાલ, મખજીભાઈ બારીયા, જગુભાઈ ગારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here