Friday, January 17, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવી દ્વારા તાલુકાના ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ...

દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવી દ્વારા તાલુકાના ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓને મેજીસ્ટ્રીયલ અધિકારો આપ્યા

દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા અને મેજીસ્ટ્રેટીયલ અધિકાર ન ધરાવતા ચૂંટણી અધિકારીઓ તથા મદદનીશ ચુંટણી અધિકારીઓને તેઓના મતવિસ્તાર પુરતા હુકમની તારીખથી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીના સમય માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૨૧ હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના આ અધિનિયમની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ ના અધિકારો આપવા આદેશ કર્યા છે.

તદ્દનુસાર, આ આદેશમાં ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી ફાલ્ગુન પંચાલ, ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી સી.બી. પરમાર, દાહોદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી વિરેન્દ્ર ચાવડા, ગરબાડા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી મિતેશકુમાર વસાવાનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments