નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધર રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબત હેઠળ સૂચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી અને શાંતિ તથા કોઈ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જિલ્લા પોલીસે આજે તા.૦૧/૧૨/૨૦૨૨ ના ૨૪ કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં ઇસમો વિરુદ્ધ પોહિબિશનના કુલ – ૦૨ કેસો કરેલ છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કેસો – ૦૧ જેમાં બોટલો નંગ – ૨૪૪૮, કિં રૂ. ૨,૪૪,૮૦૦/- તથા ગુનાના કામ માટે વપરાયેલ વાહનની કિં. રૂ. ૧,૧૦,૦૦૦/- તથા દેશી દારૂના કુલ કેસ – ૦૧, ૦૨ લિટર જેની કિંમત રૂપિયા ૪૦/- નો દેશી પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ. જેમાં કુલ પ્રોહી મુદ્દામાલ કિં. રૂ. ૩,૫૪,૮૪૦/- નો મુદ્દામાલ ઈંટાબાર ચેક પોસ્ટ ઉપરથી આ કામના આરોપી નામે જે નંબર વગરની તુફાન ગાડીનો ડ્રાઇવર ચાલક પોલીસની વોચ જોઈ જતા પ્રોહી મુદ્દામાલ સાથે વાહન છોડી નાસી ગયેલ જેઓને જિલ્લા LCB શાખા દાહોદ અધિકારી, કર્મચારીઓએ પ્રોહિ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
તેમજ ખૂબ જ લાંબા સમયથી પેન્ડિંગ 07 બિન જામીન લાયક વોરંટવાળા ઈસમોની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયેતી પગલામાં CRPC-107 હેઠળ કુલ 22 ઇસમો વિરુદ્ધ, CRPC-151 હેઠળ કુલ 27 ઇસમો વિરુદ્ધ, CRPC-110 હેઠળ 62 અટકાયતી પગલા લીધેલ છે, તથા 02 તડીપાર અને પ્રોહિ-93 હેડ હેઠળ કુલ-27 મળી કુલ-140 અટકાયાથી પગલા લીધેલ છે. તેમજ જિલ્લામાં લાઇસન્સ ધરાવતા હથિયાર પરવાનેદારોના કુલ-01 હથિયાર અત્યારે જમા લેવામાં આવેલ છે આમ આ સામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અત્યારે થી પગલાં લેવા દાહોદ જિલ્લા LCB પોલીસે સારી કામગીરી કરેલ છે