દાહોદ જિલ્‍લા શિક્ષણાધિકારી તરીકે બી.એમ. નિનામાએ હવાલો સંભાળ્યો

0
1090

   keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod                  

  દાહોદ જિલ્‍લા શિક્ષણાધિકારીતરીકે ફરજ બજાવતા ર્ડા.એસ.પી.ચૈાધરીની આણંદ ખાતે બદલી થતાં તેઓની જગ્યાએ પાટણ જિલ્‍લા પંચાયત ખાતે જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી.બી.એમ.નિનામાએ દાહોદ, જિલ્‍લા શિક્ષણાધિકારી તરીકે તા. ૧૯-૧-૨૦૧૬ ના રોજ હવાલો સંભાળી લીધો છે.

        તેઓએ સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકાના જાંબુડી ખાતે પ્રાથમિક શિક્ષક તરીકેની ૧૯૮૪ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઉત્તરોઉત્તર બઢતી સાથે મહેસાણા ખાતે જિલ્‍લા પરીક્ષા મદદનીશની કચેરીમાં ઓડિટર, જુનાગઢ, બાબાઉદીન આર્ટસ કોલેજ અને વિસનગર, એમ.એન કોલેજ, ખાતે રજીસ્‍ટ્રાર, ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ખાતે સિની. અધિક્ષક, જુનિયર આસિસ્‍ટન્ટ, એકઝામિનર, સિનિયર સુપ્રિટેન્ડેન્ટ, ગાંધીનગર સ્‍કુલ કમિશનર કચેરી ખાતે ઓડિટ અધિકારી અને સિનિયર સુપ્રિટેન્ડેન્ટ તરીકે ત્યારબાદ ગાંધીનગર, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ખાતે વહીવટી અધિકારી તરીકે ફરજો બજાવી છે.

      તેઓની દાહોદ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બીજો માળ, રૂમ નં.૨૩૬, જીલ્લા સેવાસદન, છાપરી, દાહોદ ખાતે કાર્યરત છે. તેઓની કચેરીનો ફોન નં. ૦૨૬૭૩-૨૩૯૧૦૦ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here