દાહોદ જીલ્લાના લીમડી – ચાકલીયા રોડ ઉપર અકસ્માતમાં 2 યુવાનોના મોત

0
490

Picture 001

 

NewsTok24 – Keyur Parmar – Dahod

            દાહોદ જીલ્લાના ચાકલીયા રોડ ઉપર વહેલી સવારમાં બોલેરો ગાડી લઈને પોતાના મિત્ર સાથે કામે જતા ચાર મિત્રો જયારે ઘરેથી નીકળ્યા ત્યારે સવારમાં 04:30  કલાકે તેમને વિચાર્યું પણ નહિ કે તેમના માંથી 2 મિત્રો કદાચ પાછા નહિ ફરે. લીમડી થી ચાકલીયા રોડ ઉપર તેઓ જઈ રહ્યા હતા ત્યારે બોલેરોની આગળ ચાલતા ટ્રાલાએ અચાનક બ્રેક મારતા બોલેરોના ડ્રાઈવરે કંટ્રોલ કરવાની કોશીશ કરવા છતાં ટ્રાલો અચાનક ઊભો રહી જતા બોલેરો ટ્રાલા સાથે ધડાકાભેર અથડાતા 2 આશાસ્પદ યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જયારે અન્ય 2 ને ગંભીર ઈજા થતા સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here