દાહોદ જીલ્લા પોલીસને પ્રોહી મુદ્દામાલ કિં.રૂ.૪૦,૪૩,૫૭૬/- અને વાહન તથા મોબાઇલ ફોનની કિં.રૂ.૮,૨૬,૬૨૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૪૯,૦૨,૨૭૬/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં મળેલ સફળતા

0
40

નાયબ પોલીસ મહાનિરીક્ષક,ચિરાગ કોરડીયા, IPS પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓ તથા બલરામ મીણા, IPS પોલીસ અધિક્ષક દાહોદનાઓની સીધી રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી-૨૦૨૨ મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઇ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે તા.૦૧/૧૧/૨૦૨૨ થી તા.૦૩/૧૨/૨૦૨૨ સુધીમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ – ૫૨૩ કેસો કરેલ છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના કેસો – ૧૪૧, જેમાં બોટલો નંગ – ૩૪૨૮૨, કી.રૂ.૪૦,૪૩,૫૭૬/- અને ગુનાના કામે વપરાયેલ વાહન અને મોબાઇલ ફોનની કી.રૂ.૮,૨૬,૬૨૦/- તથા દેશી દારૂના કુલ – ૩૮૨, કેસો , ૧૬૦૪ લીટર જેની કીં.રૂ.– ૩૨,૦૮૦/-નો દેશી પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ. જેમાં કુલ પ્રોહી મુધ્દામાલ કી.રૂ.૪૯,૦૨,૨૭૬/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ – ૯૪૬ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે. તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી – ૧૦૭ હેઠળ કુલ – ૨૪૯૩ ઇસમો વિરૂધ્ધ, સી.આર.પી.સી – ૧૫૧ હેઠળ કુલ – ૨૨૮૦, સી.આર.પી.સી – ૧૦૯ હેઠળ કુલ-૧૯૨ તથા સી.આર.પી.સી – ૧૧૦ હેઠળ કુલ – ૫૬૧૯ અટકાયતી પગલા લીધેલ છે તથા ૨૫ – તડીપાર અને પ્રોહી – ૯૩ ના હેડ હેઠળ કુલ – ૧૫૦૨ મળી કુલ – ૧૨૧૧૧ અટકાયતી પગલા લીધેલ છે. તેમજ જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયાર પરવાનેદારો ના કુલ – ૪૦૩૭ ના હથિયારો જમાં લેવામાં આવેલ છે.

આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here