Tuesday, February 11, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ ટાઉન પોલીસને દાહોદ ટાઉન અને દાહોદ રૂરલ પો.સ્ટે.ના ૭ અનડીટેકટ ગુનામાં...

દાહોદ ટાઉન પોલીસને દાહોદ ટાઉન અને દાહોદ રૂરલ પો.સ્ટે.ના ૭ અનડીટેકટ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવામાં મળેલ સફળતા

દાહોદ ટાઉન પોલીસને મોટર સાયકલ ચોરીના આરોપીઓને પકડી પાડી કુલ ૧૩ મો.સા. કિં.₹. ૧,૨૯,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરી દાહોદ ટાઉન તથા રૂરલ પો.સ્ટે.ના ફુલ ૦૭ અનડીટેકટ ગુના શોધી કાઢવામાં મળેલ સફળતા

પોલીસ મહાનિરીક્ષક ગોધરા વિભાગ ગોધરાનાઓની કડક સૂચના તથા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની સૂચના તથા ના.પો.અધિક્ષક કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદ શહેરમાં વાહન ચોરીના ગુના બનતા અટકાવવા પી.આઈ. વી.પી. પટેલ દાહોદ ટાઉન પો.સ્ટે. નાઓને સુચના આપેલ હોય જેથી તેઓ સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પી.આઈ વી.પી.પટેલ તથા ડી સ્ટાફના માણસો એ.એસ.આઇ. ઇશ્વરભાઇ બદરભાઈ તથા આ.પો.કો. જયદીપસિંહ સુરેશકુમાર, કીર્તનપાલસિંહ ભુપેન્દ્રસિંહ તથા મહેશભાઈ તોફાનભાઈ તથા એલ.આર.ડી. મુકેશભાઈ મથુરભાઈ તથા રવિન્દ્રકુમાર દિલીપભાઈ તથા કનુભાઇ મોહનભાઇનાઓએ ખાનગી રાહે બાતમી મેળવી નાકાબંધી કરી દાહોદ ટા.પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૧૧૨૦૧૭/૨૦૨૦ ઈપીકો કલમ ૩૭૯ મુજબના કામના આરોપીઓ (૧) વિષ્ણુભાઈ છીતુભાઈ જાતે મિનામા ઉ.વ. -૨૧ વર્ષ, ધંધો – ખેતી, રહે. વડબારા મિનામા ફળિયુ તા.જિ દાહોદ ૨ રાજુભાઈ નાનસિંગભાઈ મહિડા ઉ.વ. – ૨૦ વર્ષ, ધંધો – મજૂરી રહે. ખટામા તા.મેઘનગર, જી ઝાબૂઆ (મધ્ય પ્રદેશ) નાઓને ચોરીમાં ગયેલ બજાજ પાલસર મો.સા. જીજે – ૨૦ એબી – ૬૨૬૧ કિ.₹.૧૦,૦૦૦ ની સાથે પકડી પાડી ઘનિષ્ઠ પૂછપરછ કરી આરોપીઓ (૧) વિષ્ણુભાઈ જીતુભાઈ જાતે મિનામા (૨) રાજુભાઇ નરસિંહભાઈ મહિડા, ઉ.વ.૨૦ અને (૩) વિજયભાઈ કીર્તન ભાઈ જાતે મિનામા નાઓના ઘરેથી જુદી-જુદી 12 મો.સા. હસ્તગત કરી કુલ ૧૩ મો. સા. કિં.₹. ૧,૨૯,૦૦૦/-નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments