નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પંચમહાલ ગોધરા, રેન્જ ગોધરા તથા બલરામ મીણા પોલીસ અધિક્ષક દાહોદનાઓએ વિધાનસભા ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવાળી થાય તથા ફ્રી એન્ડ ફેયર ચુંટણી થાય તેવા હેતુસર જીલ્લાના તમામ અધિકારી કર્મચારીઓને વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા કડક સુચના આપેલ, જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક દાહોદ વિભાગ દાહોદનાઓએ પણ અગામી વિધાનસભા ચુંટણી અનુલક્ષીને વોન્ટેડ આરોપી પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ તે આધારે દાહોદ ટાઉન “A” ડીવીઝન પોલીસ સ્ટેશનનાં P. I કે.એન.લાઠીયાનાઓએ સર્વેલન્સ ટીમના P.S.I. સી.આર.દેસાઈ તથા તેમની ટીમના માણસોને સુચના કરતા આ દિશામાં ખાનગી બાતમીદારો રોકી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન P.S.I. સી.આર.દેસાઈનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દાહોદ ટાઉન “A” ડીવીઝન પો. સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૧૦૧૧૨૦૦૦૪૧/૨૦૨૦ ઈ.પી.કો કલમ – ૩૭૯, ૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા વોન્ટેડ આરોપી (૧) કેંદુભાઈ ડુંગરસિંગ ચૌહાણ (૨) કાદુ સકલીયાભાઈ તોમર બંન્ને રહે. કુહા ગામ લુહાર ફળીયું તા. કઠીવાડા જી. અલીરાજપુર (મ.પ્ર) નાઓ તેમના ઘરે હાજર છે તે બાતમી આધારે કઠીવાડા થાના જી.અલીરાજપુર (મ.પ્ર) પોલીસની મદદ લઈ આરોપીને તેના ઘરેથી પકડી દાહોદ ખાતે લાવવા માટે (૧) કે.એન.લાઠીયા પોલીસ ઈન્સપેકટર, (૨) સી.આર.દેસાઈ પોલીસ સબ ઈન્સપેકટર, (૩) અ.હે.કો ઉમેશભાઈ ગોપાળભાઈ, (૪) પો.કો જયદીપભાઈ સુરેશભાઈ, (૫) પો.કો કનુંભાઈ મોહનભાઈ ને સફળતા મળેલ છે.
દાહોદ ટાઉન “A” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારના ચોરીના ગુન્હામાં છેલ્લા ૦૨ વર્ષથી નાસતા ફરતા આરોપી પકડી પાડતી દાહોદ ટાઉન પોલીસ
RELATED ARTICLES