THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ નગર સેવા સદનની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે, ત્યારે દાહોદમાં માહોલ ગરમાયો હતો.
દાહોદમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી માહોલ ગરમ જોવાઇ રહ્યો છે ત્યારે બપોરના એક વાગ્યા સુધી આજે માત્ર ભાજપના કાર્યકર્તાઓ જોશમાં વાજતે ગાજતે દાહોદ પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં અત્યારથી જીત જેવો માહોલ જોવા મળ્યો હતો.
જ્યારે બીજું બાજુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો મળવા મુશ્કિલ થઈ ચૂક્યું હોય તેવું જોવા મળી રહ્યું હતું. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના 36 માંથી 20 ફોર્મ ભરાઈ ચુક્યા છે જ્યારે કૉંગ્રેસના ગઈ કાલથી અત્યાર સુધીમાં 12 જેટલા ફોર્મ ભરાયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
જ્યારે મોડી સાંજ સુધી સાચા આંકડાઓ બહાર આવશે કે ખરેખર ભાજપ તો 36 સીટ પર ઉમેદવારી કરી રહ્યું છે પણ કૉંગ્રેસ અને આપ કેટલા ઉપર લડશે તે હજી ચોક્કસ આંકડો આવ્યો નથી.
અત્યાર સુધી દાહોદ પ્રાંત કચેરીમાં દાહોદ પ્રાંત અધિકારી એ.એમ. ગણાસ્વા અને ટિમ દ્વારા કોવિડની ગાઈડ લાઈન ફોલો કરીને ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા કરવામાં આવી હતી તો બીજી બાજુ દાહોદ ટાઉન પી.આઈ. વસંત પટેલ દ્વારા પૂરતા બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોને ફોર્મ ભરવા જવા દેવામાં આવી રહ્યાં હતાં.