દાહોદ નગર સેવા સદન દ્વારા આજે તા.૧૫/૦૪/૨૦૨૩ ને શનિવારના રોજ નગર પાલિકા સભા ખંડમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું અને એમાં વિવિધ સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી.
દાહોદ નગર પાલિકાની ખાસ સામાન્ય સભાની મિટિંગ દાહોદ નગર સેવા સદનનાં પ્રમુખ રીના પંચાલ ના અધ્યક્ષ સ્થાને દાહોદ ગાંધી ચોકમાં આવેલ નગર સેવા સદનના સભા ખંડમાં યોજાઈ હતી. આ સભામાં પહેલા વંદે માતરમ્ ગાન થી શરૂઆત કરવામાં આવી હતી અને ત્યાર પછી દાહોદ શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત દેસાઈ દ્વારા ભાજપ મોવડી મંડળ એ આપેલ મેંડેટ દાહોદ નગર પાલિકાના સભા ખંડમાં ચીફ ઓફિસર, બધા સુધરાઇ સદસ્યો , પત્રકારો અને કર્મચારીઓ ની ઉપસ્થિતિમાં દાહોદ પાલિકા પ્રમુખ ને સુપ્રત કર્યું હતું.
દાહોદ પાલિકા પ્રમુખ દ્વારા આ તમામ 16 ચેરમેન ની યાદી જે પૈકી નીરજ દેસાઈ ને બાંધકામ, વોટર સપ્લાય બીજલ ભરવાડ, ટાઉન પ્લાનિંગ,. તુલસી જેઠવાણી, આરોગ્ય ચંદ્રકાંતાબેન ધાનકા , બાગ બગીચા રંજનબેન, દીવા બત્તી કિંજલબેન પરમાર, ફાયર લલિત પ્રજાપતિ, સમાજ કલ્યાણ સુજાન કિશોરી, લીગલ રાકેશ નાગોરી આમ આ તમામ નામો ની જાહેરાત થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો અને આ જાહેરાત ની સાથે આ સમાભા માં અન્ય 16 કામો ને સર્વસંમતિ થી બહાલી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ વરણી ની ખુશીમાં તમામ ચેરમેન દ્વારા પોતાના વિભાગ ની મુલાકાત લેવામાં આવી હતી.