Saturday, November 9, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ LCB એ કતવારાથી દેશી માઉઝર (પીસ્ટલ) સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

દાહોદ LCB એ કતવારાથી દેશી માઉઝર (પીસ્ટલ) સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDAદાહોદ LCB ની ટીમો અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયેલ આરોપીઓ ઉપર વોચ ગોઠવીને તેઓની ગતિવિધિ ઉપર માહિતી મેળવવા માટે સતત કાર્યરત હતી. દરમિયાન LCB P.I. એમ.કે. ખાંટનાંઓની સૂચના મુજબ આજે તા.૧૬/૧૨/૨૦૨૨ ને શુક્રવારના રોજ LCB PSI એમ.એફ. ડામોર તથા LCB ની ટીમો જિલ્લામાં કાર્યરત હતી. હકીકતના આધારે PSI એમ.એફ. ડામોર તથા ટીમ સાથે વ્યુહાત્મક રીતે આયોજન બદ્ધ વોચ ગોઠવી કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારના કતવારા ગામેથી હરીશભાઈ ઉર્ફે ગોલુ સન ઓફ મનુભાઈ રતનસિંહ જાતે કઠલીયા (લબાના) ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહે. કતવારા મસ્જિદની બાજુમાં તા. જી. દાહોદ પાસેથી દેશી હાથ બનાવટના માઉઝર (પીસ્ટલ) નંગ ૧ કિં રૂ.૧૫,૦૦૦/- સાથે ઝડપી પાડી હથિયાર કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશન હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments