અરવલ્લી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આયોજિત વ્યસન મુક્તિ મહાકુંભ અભિયાન જે સમગ્ર ગુજરાત વ્યાપી છે તેના ભાગ રૂપે અરવલ્લીના ધનસુરા ની ક્ષત્રીય ઠાકોર સેના ધ્વારા ધનસુરા પોલીસ સબ ઇન્સ્પેકટરને આવેદન આપ્યું અને તેમ સ્પષ્ટ પણે જન્વેલ છે કે દારૂ પીવાથી લોકો આર્થિક તો બરબાદ થાયજ છે પણ શિક્ષણમાં પણ ઉણપ રહે છે અને તેનું ઘર પરિવાર વેરવિખેર થઇ જાય છે. જો આ આવેદન આપ્યા બાદ દિન દસમાં આપ ધ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નહિ આવે તો ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મીડિયા અને અન્ય પોલીસ અધિકારીયો ને સાથે રાખી આ અડ્ડાઓ ઉપર જઇ સ્ત્રી અને પુરુષો સાથે મળી ને આ અડ્ડાઓ પર રેડ કરશે અને એનું કોઈ પણ પરિણામ આવે તેની જવાબદારી ઠાકોર સમજની રેહશે નહિ તેવું આવેદન માં જણાવ્યું હતું.
